For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા જીવતાજીવ પાકિસ્તાન આપણાથી નહીં જીતી શકે: મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ડિસેમ્બર: એવું લાગી રહ્યું છે કે ચૂંટણીના હવામાનની અસર વડાપ્રધાન મનમોહન સિંહ પર થઈ છે. હંમેશા શાલીન લઢણ ધરાવતા મનમોહન સિંહની જેમ પાકિસ્તાન પર ગરજ્યા. બુધવારે વડાપ્રધાને જણાવ્યું કે મારા જીવતાજીવ તો પાકિસ્તાન આપણાથી કોઇ યુદ્ધ જીતી નહીં શકે.

તેમણે પત્રકારોને જણાવ્યું કે 'મારા જીવન દરમિયાન પાકિસ્તાનનો ભારત સામે કોઇપણ યુદ્ધમાં વિજયની સંભવના નથી.' તેઓ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા એક સમાચાર પત્રને આપેલા કથિત નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે 'કાશ્મીર જ્વલંત મુદ્દો છે જે ભારતની સાથે ચોથી વખત યુદ્ધ ભડકાવી શકે છે.'

manmohan singh
જોકે આ કથિત નિવેદ એક પ્રખ્યાત સમાચારપત્રમાં છપાયું છે અને તેનું ખંડન પણ કરવામાં આવ્યું છે. જોકે આ નિવેદનના પગલે ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, અને દરેક ભારતીય નેતાઓએ પાકિસ્તાની વડાપ્રધાનના નિવેદનની નિંદા કરી હતી અને તેમના પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

શરીફના કાર્યાલયે જણાવ્યું કે તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરિષદમાં ક્યારેય આવી વાત નથી કહી અને રિપોર્ટને 'નિરાધાર, અયોગ્ય અને ખોટા ઉદેશ્ય આધારીત ગણાવ્યો.' તેમના કાર્યાલયે એવું કહ્યું કે શરીફની એવી ઇચ્છા છે કે પાકિસ્તાન અને ભારતની વચ્ચેના કોઇપણ મુદ્દાનું શાંતિપૂર્વ રીતે સમાધાન લાવવું જોઇએ.

English summary
Prime Minister Manmohan Singh on Wednesday said there was no possibility of Pakistan winning any war against India in his 'lifetime'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X