For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયોનો ભગવાનમાંથી વિશ્વાસ ઘટતો જાય છે: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 મે: ભારત એક ધાર્મિક દેશ કહેવાય છે પરંતુ અહીં ભગવાનમાં આસ્થા રાખનારાઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક સર્વે અનુસાર ભારતમાં 81 ટકા લોકો ભગવાનમાં આસ્થા ધરાવે છે એટલે વિશ્વાસ ધરાવે છે. જ્યારે વર્ષ 2005માં આ સંખ્યા 87 ટકા હતી.

સર્વેના આ ચાર્ટમાં ભારત સૌથી ઉપર (81 ટકા) અને ચીન સૌથી નીચે છે. ચીનમાં ફક્ત 14 ટકા લોકો ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે, બાકીના લોકો ભગવાનમાં માનતા નથી. જાપાન (16 ટકા), તુર્કી (20 ટકા) ચેક ગણરાજ્ય (20 ટકા) ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવે છે.

religious

સર્વે અનુસાર ભારતમાં ગત 7 વર્ષોમાં ભગવાનમાં માનનારાઓની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે. આ પહેલાં વર્ષ 2005ના સર્વેમાં 87 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે તે ઇશ્વરમાં વિશ્વાસ ધરાવે છે પરંતુ આ વખતે આ ટકાવારી 81 છે. આ સર્વેમાં દુનિયાભરના 57 દેશોના 51,927 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક દેશમાં લગભગ 1000 સ્ત્રી-પુરૂષને આ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

દુનિયાના બાકીના ભાગોમાં આસ્તિક લોકોની સંખ્યામાં 9 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નાસ્તિકોની સંખ્યામાં 3 ટકાનો વધારો થયો છે. પડોશી દેશ પાકિસ્તાનમાં પોતાને ધાર્મિક ગણાવનારની સંખ્યામાં 6 ટકાનો વધારો થયો છે. દક્ષિણ આફ્રિકા (19 ટકા), અમેરિકામાં (13 ટકા) સ્વિઝર્લેડ અને ફ્રાંસમાં (21-21 ટકા) અને વિયેતનામામાં 23 ટકાનો ઘટાડો થયો છે.

English summary
The number of non-religious people in India has risen as per the latest Global Index of Religiosity and Atheism. In India 81 percent people said they are religious in 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X