સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર રૂપિયા 3 ઘટ્યા

સરકારે ઘરદીઠ સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરોની સંખ્યા વર્ષ દરમિયાન અગાઉ 6 નક્કી કરી હતી, પણ બાદમાં તે વધારીને 9 કરી છે. તેનાથી વધારે જેમને સિલિન્ડર ખરીદવા હોય તેમણે એ માર્કેટ ભાવે ખરીદવાના રહે છે.
સબ્સિડી વગરનું પ્રત્યેક સિલિન્ડર મુંબઈમાં રૂપિયા 912માં પડશે જે ગયા મહિના સુધી રૂપિયા 919માં મળતું હતું. સૂત્રોનું કહેવું છે કે આમ કરવાથી કંપનીઓની પ્રતિ સિલિન્ડર આવકમાં થોડો ઘટાડો થશે. અગાઉ 439 રૂપિયા મળતા હતા હવે 434.50 મળશે.












Click it and Unblock the Notifications
