For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી-એનસીઆરમાં વધી ઠંડી, ધૂમ્મસથી હાલ બેહાલ, અમુક સ્થળોએ શાળા-કોલેજો બંધ

આખા દેશમાં ઠંડીએ તાંડવ મચાવી દીધુ છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ સહિત આખા ઉત્તર ભારમાં ઠંડીનો દોર ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

આખા દેશમાં ઠંડીએ તાંડવ મચાવી દીધુ છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ સહિત આખા ઉત્તર ભારમાં ઠંડીનો દોર ચાલુ છે. દિલ્લીથી ઠંડી લહેરો અને ધૂમ્મસનો પ્રકોપ ઓછો નથી થઈ રહ્યો. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલટી ઘટી ગઈ છે અને આ કારણે ઘણી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી લેટ ચાલી રહી છે. વળી, ઘણી બધી ફ્લાઈટોને ધૂમ્મસના કારણે ડાયવર્ટ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લી-એનસીઆરમાં કડાકાની ઠંડીથી હજુ રાહત મળવાના અણસાર નથી.

અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો પ્રકોપઃ હવામાન વિભાગ

અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો પ્રકોપઃ હવામાન વિભાગ

વિભાગનુ અનુમાન છે કે અઠવાડિયા સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. રવિવારે પણ તાપમાન સામાન્યથી સાત ડિગ્રી નીચે રહ્યુ. રાજધાની દિલ્લીનાલોકો છેલ્લા ચાર-પાંચ દિવસથી હાડ ધ્રૂજાવી દેતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં થયેલ હિમવર્ષા અને પહાડોથી આવનારી હવાઓના કારણે આગામી અઠવાડિયા સુધી ઠંડીમાં રાહત મળવાની કોઈ આશા નથી. દિલ્લીમાં આજે પણ સવારે ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે. આના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે.

લખનઉમાં શાળા-કોલેજો બંધ

લખનઉમાં શાળા-કોલેજો બંધ

આ સ્થિતિ માત્ર દિલ્લીની નથી પરંતુ યુપી-બિહાર-એમપી અને રાજસ્થાનની પણ છે. વળી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 24 ડિસેમ્બર સુધી બધી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લાધિકારી અભિષેક પ્રકાશે લખનઉની બધી શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયોને 24 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે 19 અને 20 ડિસેમ્બરના રોજ બધી શાળા કોલજોને ઠંડીના કારણે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ CAA-NRC: આજે રાજઘાટ પર કોંગ્રેસના ધરણા, પ્રિયંકા ગાંધી સંભાળશે કમાનઆ પણ વાંચોઃ CAA-NRC: આજે રાજઘાટ પર કોંગ્રેસના ધરણા, પ્રિયંકા ગાંધી સંભાળશે કમાન

બર્ફીલી હવાઓનો પ્રકોપ

બર્ફીલી હવાઓનો પ્રકોપ

ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે આગામી બે દિવસો સુધી આ બર્ફીલી હવાઓનો પ્રકોપ રાજધાની દિલ્લી અને એનસીઆરમાં રહેવાનો છે. જેના કારણે ઠંડીમાં વધારો થવાની આશા છે. એટલુ જ નહિ હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં આજે વરસાદ અને હિમવર્ષની સંભાવના પણ વ્યક્ત કરી છે. વળી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ થવાના પણ અણસાર છે. પહાડો પર બરફ પણ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, પૂર્વી અસમ અને નાગાલેન્ડમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. સાથે તમિલાનાડુ અને આસાપાસના રાજ્યોમાં પણ હળવો વરસાદ થવાની આશા છે.

English summary
North India Facing Severe Cold Temperature Falls Under 10 Degree, Lucknow School closed till December 24.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X