નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી 2026 સુધી વડાપ્રધાન રહેશે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે: 26 મેના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાનમંત્રી પદની શપથ લેશે પરંતુ શું તમે જાણો છો કે આજથી લગભગ 450 વર્ષ પહેલાં જ આ વાતની ભવિષ્યવાણી કરી દિધી છે.

જી હાં, જાણીતા ફ્રેંચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે આ અંગે ભવિષ્યવાણી કરી દિધી હતી કે વર્ષ 2014 થી 2026 સુધી ભારતનું પ્રતિનિધિત્વ એક એવો વ્યક્તિ કરશે જેની સાથે શરૂઆતમાં લોકો ખૂબ નફરત કરશે પરંતુ પછી જનતા અને બાકી બધા લોકો તેને એટલો પ્રેમ આપશે કે આગામી 20 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન રહેશે.

જાણીતા ફેંચ કોલમનિસ્ટ ફ્રેંકોઇસ ગોટિયરના અનુસાર નાસ્ત્રેદમસે ભારતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીની જીતની ભવિષ્યવાણી પણ ઘણા વર્ષો પહેલાં કરી દિધી હતી.

નાસ્ત્રેદમસે આ વાત અંગે 450 વર્ષ પહેલાં આ ભવિષ્યવાણી 1555માં પોતાના એક પુસ્તક 'ધ પ્રોફેસીઝ'માં કરી દિધી હતી. ફેંચ ભાષામાં લખેલા પોતાના આ ગ્રંથમાં નાસ્ત્રેદમસે સ્પષ્ટ લખ્યું છે કે આ વ્યક્તિ ભારતની દિશા અને દશા બદલીને રાખી દિધી છે.

આ પુસ્તકને મરાઠી ભાષામાં મહારાષ્ટ્રના જાણીતા જ્યોતિષી ડૉક્ટર શ્રી રામચંદ્રજી જોશીએ અનુવાદ કર્યું છે. નાસ્ત્રેદમસના આ ગ્રંથના પેજ નંબર 32-33 પર સ્પષ્ટ લખ્યું છે કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ જે ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે ભારતની સાથે જ આખી દુનિયામાં એક નવો અધ્યાય લખશે. તેના નેતૃત્વમાં ભારત દુનિયામાં મહાશક્તિશાળી બની જશે.

ફ્રેંકોઇસે પોતાના એક બ્લોગમાં લખ્યું છે એક જાણીતા ફ્રેંચ સ્કોલર બૈમ્પેરલ ડે લા રોશફોકોલ્ટને એક જુના સંદૂકમાં કેટલાક જૂના દસ્તાવેજ મળ્યા છે, જેને તેમણે વર્ષ 1876માં બોર્દોના એક દુકાનદારને વેચી દિધો હતો.

narednra-modi55

બૈમ્પરેલના અનુસાર આ દસ્તાવેજ લેટિન ભાષામાં લખવામાં આવ્યા હતા અને આ નાસ્ત્રેદમસના હતા. આ દસ્તાવેજોના બે પાનામાં લેટિન ભાષામાં કવિતાઓ લખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં 'ધ પ્રોફેસીઝ'માં ફ્રેંચ રિવોલ્યૂશન, પરમાણુ હુમલા, એડોલ્ફ ફિટલર અને 9/11 હુમલાની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ.

English summary
Nostradamus predicted Narendra Modi will become PM 450 years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X