દેશના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં પંજાબનુ એક પણ શહેર નથી : મંત્રી કુલદીપ ઘાલીવાલ
પંજાબના કૃષિ, ગ્રામિણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપસિંહ ઘાલીવાલે જણાવ્યુ છે કે, દેશમાં સૌથી વધારે પ્રદુષિત 10 શહેરોમાં આજે પંજાબનુ એક પણ શહેરનો સમાવેશ થતો નથી. કુલદીપ ધાલીવાલ જેની સાથે પંજાબના ખેલ મંત્રી ગુરમીત સિહ મી
પંજાબના કૃષિ, ગ્રામિણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપસિંહ ઘાલીવાલે જણાવ્યુ છે કે, દેશમાં સૌથી વધારે પ્રદુષિત 10 શહેરોમાં આજે પંજાબનુ એક પણ શહેરનો સમાવેશ થતો નથી. કુલદીપ ધાલીવાલ જેની સાથે પંજાબના ખેલ મંત્રી ગુરમીત સિહ મીત હૈયર પણ હતા. આજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, એર ક્વાલિટી ઇન્ડેક્સ અનુસાર હિસારની હવા સૌથી વધારે પ્રદુષિત હતી. જ્યાં એ.ક્યુ. આઇ, 398 હતું. ત્યાર બાદ દિલ્હી માં એ.ક્યુ.આઇ. 397, ફરીદાબાદમાં 360, સિરસામાં 352, રોહતકમાં 340 અને સોનીપતમાં 331 તથા ભીવાની માં 292 હતુ.

ધાલીવાલે જણાવ્યું હતુ કે, દેશમાં પંજાબને છોડીને અન્ય તમામ રાજ્યોમાં પ્રદુષણ ફેલાયેલુ છે. જ્યારે કેન્દ્ર સરકાર દિલ્હી અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા પ્રદુષણ માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવે છે. તેમણે જણાવ્યુ હતુ કે, પંજાબ ખેડૂતોને બદનામ કરવાનું અભિયાન બંધ થવું જોઇએ. પંજાબ સરકારે આ વખતે પરાલીને સળગાવતા રોકવા માટે ખેડૂતો અંદર જાગૃતિ લાવવા તથા ખેડૂતોને મનાવવા માટે ભારે પ્રયાસ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ વખતે ખેડૂતો અને અન્ય લોકો મળીને પરાલીને સાચવવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે 1.2 મિલિયન ટન પરાલીને સાચવવામાં આવી હતી. આ વખતે ધાનનો પાક સારો થઇ છે તેમ છતા પરાલી પ્રબંધનના પ્રયાસ ઘણા ખરા સફળ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ સરકારોએ પરાલીને નહી સળગાવા માટે કોઇ પગલા લીધા જ નહોતા. આગામી 3 થી 4 દિવસ સુધી ધાનના પાક મંડીમાં પહોચી જશે ત્યાર બાદ આ કામ રોકાઇ જશે.












Click it and Unblock the Notifications
