'NOTA વિકલ્પ નાબૂદ થવો જોઈએ', CM ભૂપેશ બઘેલે ECને પુનર્વિચાર કરવા કહ્યું
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે NOTA ને લઈ મોટું નિવેદન આપ્યું છે. સીએમ બઘેલે કહ્યું કે ઈવીએમ મશીનોથી નોટાનો વિકલ્પ હટાવી દેવો જોઈએ. તેમણે ચૂંટણીને નોટા વિકલ્પ પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

સીએમ ભૂપેશ બઘેલે રાયપુરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે વોટિંગના સમયે કોઈ મતદાર કોઈપણ ઉમેદવારને મત આપવા ઈચ્છુક ના હોય તેમના માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs)માં નોટાનો વિકલ્પ ખતમ કરી દેવો જોઈએ.
તેમણે કહ્યું કે નોટા વિકલ્પથી ચૂંટણી પરિણામો પર અસર પડે છે. આ માટે ચૂંટણી પંચને નોટાના વિકલ્પ પર ચૂંટણી પંચને પુનર્વિચાર કરવા કહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2018ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 2 લાખથી વધુ મતદાતાઓએ નોટાને વોટ આપ્યો હતો. જ્યારે ચૂંટણીના પરિણામ પર તેના પ્રભાવ વિશે પૂછવામાં આવેલા એક સવાલમાં ભૂપેશ બઘેલે કહ્યું કે કેટલીયવાર એવું જોવા મળ્યું છે કે બે ઉમેદવારો વચ્ચે જીતઅને હારના તફાવત કરતાં વધુ મત નોટાને મળ્યા હોય છે.
તેમણે કહ્યું કે કેટલાય મતદાતા એમ વિચારીને નોટાનું બટન દબાવે છે કે તેમણે ઉપર અથવા નીચેનું બટન દબાવવાનું છે. માટે આ વિકલ્પને બંધ કરી દેવો જોઈએ.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2013માં ચૂંટણી પંચે વોટિંગ પેનલ પર અંતિમ વિકલ્પના રૂપમાં ઈવીએમમાં 'ઉપરોક્તમાંથી એકેય નહીં' એટલે કે NOTA બટન જોડ્યું હતું.












Click it and Unblock the Notifications
