For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં બોલ્યા મોદી: હવે કોઇ ખેડૂતનું મોત નહી થાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 એપ્રિલ: આમ આદમી પાર્ટીની રેલીમાં ખેડૂતની આત્મહત્યાની ઘટનાના પડઘા લોકસભામાં પણ સંભળાયા. વિપક્ષી પાર્ટીઓએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અને તાત્કાલિક ચર્ચાની માંગ કરી છે. વડાપ્રધાન ગૃહમાં આવ્યા અને જણાવ્યું કે સત્તા અને વિપક્ષે સાથે આવીને આ સમસ્યાનું સમાધાન નીકાળવું પડશે.

મોદીએ જણાવ્યું કે ઘણા વર્ષોથી ખેડૂતોની આત્મહત્યા સમગ્ર દેશ માટે ચિંતાની વાત રહી છે. સમય સમય પર દરેક સરકારે દરેક સંભવ કાર્યવાહી કરી છે. તેમણે જણાવ્યું કે ગઇકાલની ઘટનાને કારણે આખા દેશમાં જે પીડા છે તેની અભિવ્યક્તિ ગૃહના સભ્યોએ કરી છે, હું પણ આ પીડામાં સહભાગી થાઉ છું. આપણે સૌએ સંકલ્પ કરવાનો રહ્યો કે આ બધાનું સમાધાન કેવી રીતે લાવીએ.

જે પણ સારા સૂચનો હશે સરકાર તેને લઇને આગળ વધશે. મોદીએ જણાવ્યું કે ખેડૂતોના જીવનને લઇને કોઇ મોટી વાત નથી હોતી. ખેડૂતોની સમસ્યાનો અંત લાવવાનો રસ્તો શોધવો પડશે. ખેડૂતોને આપણે એકલા મૂકી શકીએ નહીં. હવે કોઇ ખેડૂત નહીં મરે.

ખેડૂત આત્મહત્યા મુદ્દે મંત્રીઓને મળ્યા મોદી
નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ખેડૂત દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાના મુદ્દે ગુરુવારે વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના પર જાણકારી આપી.

આ બેઠકમાં નાણા મંત્રી અરૂણ જેટલી, સંસદીય બાબતના મંત્રી એમ વૈંકેયા નાયડૂ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા. અત્રે નોંધનીય છે કે ગજેન્દ્રએ બુધવારે જમીન સંપાદન બિલના વિરોધમાં જંતર મંતર આપ પાર્ટીની રેલીમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં આજે ભારે હોબાળો થયો.

આ પહેલા મોદીએ દુ:ખદ ઘટના ગણાવી હતી

મોદીએ ટ્વિટ કરીને ગજેન્દ્રના મોતને આંચકારૂ અને ચોંકાવનારું ઘણાવ્યું હતું.

મોદીએ ગૃહમાં જણાવ્યું કે

મોદીએ ગૃહમાં જણાવ્યું કે

ગઇકાલની ઘટનાને કારણે આખા દેશમાં જે પીડા છે તેની અભિવ્યક્તિ ગૃહના સભ્યોએ કરી છે, હું પણ આ પીડામાં સહભાગી થાઉ છું. આપણે સૌએ સંકલ્પ કરવાનો રહ્યો કે આ બધાનું સમાધાન કેવી રીતે લાવીએ.

હવે કોઇ ખેડૂત નહીં મરે: મોદી

હવે કોઇ ખેડૂત નહીં મરે: મોદી

જે પણ સારા સૂચનો હશે સરકાર તેને લઇને આગળ વધશે. મોદીએ જણાવ્યું કે ખેડૂતોના જીવનને લઇને કોઇ મોટી વાત નથી હોતી. ખેડૂતોની સમસ્યાનો અંત લાવવાનો રસ્તો શોધવો પડશે. ખેડૂતોને આપણે એકલા મૂકી શકીએ નહીં. હવે કોઇ ખેડૂત નહીં મરે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં આ હિંચકારી ઘટનાનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી ઇચ્છતી તો ગજેન્દ્રને બચાવી શકતી હતી. પરંતુ આપ પાર્ટીના કાર્યકરોએ એમ્બ્યુલન્સને સમયસર ત્યાથી પસાર થવા દીધી નહીં.

કુમાર વિશ્વાસ, આપ

કુમાર વિશ્વાસ, આપ

કુમાર વિશ્વાસે રાજનાથસિંહના નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું ત્યાં ઉપસ્થિત પોલીસે ગજેન્દ્રની કોઇ મદદ કરી નહીં. આપના કાર્યકર્તાઓ તો ગજેન્દ્રને તુરંત ઝાડ પરથી ઉતારીને ખભે નાખીને તોડ્યા હતા, અને અમે અહીં પણ અવાજ લગાવી રહ્યા હતા કે તેમને જવાનો રસ્તો આપો.

સંજય સિંહ, આપ

સંજય સિંહ, આપ

આમ આદમી પાર્ટીના વક્તા સંજય સિંહે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સંસદમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આપ પાર્ટી પર ખોટો દોષ લગાવી રહ્યા છે, કે આપ પાર્ટીના કાર્યકરોએ એમ્બ્યુલન્સને સમયસર ત્યાથી પસાર થવા દીધી નહીં, જેથી ગજેન્દ્રનું મોત થઇ ગયું.

English summary
Nothing is more important than human life, PM Narendra Modi said in a short speech in the Lok Sabha today on the death a farmer from Rajasthan, who hanged himself at AAP rally in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X