For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના આ નિવેદન પર ભડકી ટીએમસી, મોકલી માનહાનિની નોટિસ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટીએમસીએ માનહાનિનો કેસ નોંધાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટીએમસીએ માનહાનિનો કેસ નોંધાવ્યો છે. વાસ્તવમાં અમિત શાહે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કરીને આરોપ લગાવ્યા હતા કે મમતા બેનર્જીની પેઈન્ટિંગ ચિટફંડ કંપનીઓના માલિકોએ કરોડોમાં ખરીદી હતી. પરંતુ અમિત શાહનો આ આરોપ ટીમએસને પચ્યો નહિ અને પાર્ટી તરફથી અમિત શાહ સામે માનહાનિની નોટિસ મોકલી દેવામાં આવી છે.

amit shah

આ નોટિસ ટીએમસીના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ અમિત શાહને મોકલી છે. ભટ્ટાચાર્યએ અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેમણે જૂઠ બોલીને ટીએમસીની છબીને ખરાબ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યુ કે મે અમિત શાહ સામે દૂર્ભાવનાપૂર્ણ અપમાનજનક નિવેદન આપવા સામે નોટિસ મોકલી છે. ચંદ્રીમાએ શાહને નોટિસ દ્વારા પૂછ્યુ છે કે તેમણે કયા આધાર પર તેમણે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના નિવેદનના સમર્થનમાં પુરાવા રજૂ કરવા પડશે અન્યથા તેમને પોતાના નિવેદન પર માફી માંગવી જોઈએ. પરંતુ જો શાહ આવુ નહિ કરે તો અમે તેમની સામે કાયદાકીય રસ્તો અપનાવીશુ.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના કાંથીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રેલીને સંબોધિત કરીને ચિટફંડ કંપનીઓના માલિકો અને મમતા બેનર્જી વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યુ હતુ કે શું તમે મમતા બેનર્જીના બધા ગુણોથી વાકેફ છો, તે એક મહાન પેઈન્ટર પણ છે, જો કોઈ મહાન પેઈન્ટરની પેઈન્ટિંગ દસ, વીસ હજાર કે પછી એક બે લાખ રૂપિયા હશે. પરંતુ મમતા બેનર્જીની પેઈન્ટિંગને ચિટફંડ કંપનીઓના માલિકોએ કરોડોમાં ખરીદી છે.

આ પણ વાંચોઃ રાહુલ પર માયાવતીનો વાર, 'લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'આ પણ વાંચોઃ રાહુલ પર માયાવતીનો વાર, 'લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'

English summary
Notice to Amit Shah after he alleges Mamta Banerjee. Shah alleged that Mamta has hand in gloves with Chit Fund owners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X