સુભાષ કેસઃ કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને નોટીસ

આ કેસમાં નોટીસ જારી કરતા હાઇકોર્ટે દિલ્હી પોલીસ પાસે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે સુભાષ ચંદ તોમરને ઇન્ડિયા ગેટ પાસે પડી જવું અને પછી હોસ્પિટલમાં તેમનું નિધન થવા અંગેના મામલે આઠ લોકો વિરુદ્ધ એફઆઇઆ દાખલ કરી છે. જો કે, દિલ્હી મેટ્રો તરફથી જારી કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર ઘટના સમયે બે આરોપી મેટ્રોમાં મુસાફરી કરી રહ્યાં હતા. આ સત્ય બહાર આવ્યા બાદ દિલ્હી પોલીસને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે.
બીજા આરોપીએ આ ઘટનામાં પોતે સામેલ નહીં હોવા અંગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુભાષ તોમરના મોત મામલે પોલીસ અને પ્રદર્શનકારીઓના અલગ-અલગ દાવા છે, જ્યાં પોલીસના દાવા છે કે પ્રદર્શનકારીઓના હુમલામાં તોમરને ઇજા પહોંચી હતી, જ્યારે પ્રદર્શનકારીઓનો દાવો છે કે તે ભીડને દૂર કરતીવેળા અચાનક નીચે પડી ગયા હતા. બે પ્રત્યક્ષદર્શીઓએ પણ દાવો કર્યો હતો કે તોમર દોડતા અચાનક પડી ગયા હતા અને તેમને કોઇ ઇજા પહોંચી નહોતી.












Click it and Unblock the Notifications
