For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શંકરાચાર્યના પોસ્ટરમાં રામભક્ત હનુમાનને સાંઇબાબાએ દોડાવ્યા

શંકરાચાર્યના પોસ્ટરમાં રામભક્ત હનુમાનને સાંઇબાબાએ દોડાવ્યા

શંકરાચાર્યએ એક વિવાદિત પોસ્ટરને રિલીઝ કરીને વિવાદનો મધપુડો છેડી દીધો છે. જી હા, શંકરાચાર્ય સ્વરૂપાનંદ કે જે હંમેશા વિવાદોમાં જ રહે છે, તેમણે સાંઇભક્તોને પડકારતા એક પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં હનુમાન સાંઇબાબાને દોડાવી રહ્યાં છે. હવે આ પોસ્ટરને લઇને ઘણો વિવાદ થઇ રહ્યો છે.

INS કોચ્ચીથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ

INS કોચ્ચીથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ

રવિવારે ઇન્ડિયન નેવીની નવી વોરશિપ INS કોચ્ચી પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

નાઇટ શીફ્ટને લઇને મહિલાઓ માટે સારા સમાચાર

નાઇટ શીફ્ટને લઇને મહિલાઓ માટે સારા સમાચાર

રોજી રોટી માટે રાત દિવસ કામ કરતી મહિલાઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. જી હા, ઉત્તરપ્રદેશના કારખાનાઓમાં મહિલાઓને કામ કરવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે યુપી સરકારે સખત નિર્દેશ પણ કર્યા છે.

છોટારાજન બાદ હવે દાઉદનો વારો: રાજનાથ સિંહ

છોટારાજન બાદ હવે દાઉદનો વારો: રાજનાથ સિંહ

અંડરવર્લ્ડ ડૉન છોટારાજનની ધરપકડ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ખુબ જલ્દી દાઉદ ઇબ્રાહીમની ધરપકડ થશે તેવા સંકેત આપી દીધા છે.

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને જલ્દી જ ભારત લાવવામાં આવશે

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને જલ્દી જ ભારત લાવવામાં આવશે

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જલ્દી જ ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવશે. જે અંગે કવાયદ તેજ થઇ ગઇ છે. જે માટે સરકાર ઇન્ડોનેશિયા સાથે પ્રત્યાર્પણ અંગે સંધિની તૈયારી કરી રહી છે. આ માટે દિલ્હીથી CBI અને મુંબઇથી ક્રાઇમ બ્રાંચની ટીમ બાલી પહોંચી ચૂકી છે.

વાઘ અને સિંહને પણ નહીં મળે ગૌ માંસ

વાઘ અને સિંહને પણ નહીં મળે ગૌ માંસ

છત્તીસગઢમાં એક પ્રાણી સંગ્રાહાલયમાં ગૌ માંસ માટે જાહેર કરવામાં આવેલ ટેન્ડર વિવાદને લઇને રદ્દ કરી નાખવામાં આવ્યું છે. ગૌ માંસ વાઘ, ચિત્તા, અને સિંહને આપવાનું હતુ, પરંતુ કેટલાક હિંદુવાદી સંગઠનો તરફથી કરવામાં આવેલા વિરોધને લઇને માહોલ તણાવગ્રસ્ત બન્યો હતો. જેથી ટેન્ડરની એડને કેન્સલ કરી દેવામાં આવી છે. અને હવે નવેસરથી એડ રિલીઝ કરવામાં આવશે.

બિહારમાં બંપર વોટીંગ, ચોથા ચરણમાં 60 ટકા મતદાન

બિહારમાં બંપર વોટીંગ, ચોથા ચરણમાં 60 ટકા મતદાન

બિહારના ચૂંટણી સમરાંગણમાં ગઇકાલે 55 બેઠકો માટે જનતાએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ. કુલ 776 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરતા બિહારમાં ગઇકાલે ચોથા ચરણ માટે 60 ટકા મતદાન થયુ છે.

બિહાર: દિકરાની ઠાઠડી છોડીને કર્યું મતદાન

બિહાર: દિકરાની ઠાઠડી છોડીને કર્યું મતદાન

બિહારમાં ગઇકાલે ચોથા તબક્કાનું મતદાન થયુ છે. એવામાં એક પરિવારે લોકતંત્રના આ તહેવારમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. બિહારના વૈકુંઠપુર વિધાનસભા ક્ષેત્રના એક ગામમાં શનિવારે મોડી રાત્રે એક શખ્સના પુત્રનું મોત થયુ હતુ. પરંતુ રવિવારે સવારે પોતાના પુત્રની ઠાઠડી કાઢતા પહેલા આખાય પરિવારે મતદાન કરીને લોકશાહીમાં મતદાનના મહત્વનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.

સૌથી મોટા પાગલ અને નરપિચાશ લાલુ પ્રસાદ યાદવ

સૌથી મોટા પાગલ અને નરપિચાશ લાલુ પ્રસાદ યાદવ

રાજનીતિની ગલીઓમાં પોતાનું સ્થાન મક્કમ કરવા માટે નેતાઓ કેટલી હદ સુધી જઇ શકે છે તે કહેવુ મુશ્કેલ છે. ભાજપના સાંસદ અશ્વીન ચૌબેએ જણાવ્યું હતુ કે બિહારમાં નિશ્ચિત રીતે NDAની જીત થશે. ત્યારે કોંગ્રેસ, જદયુ અને રાજદની કારમી હાર થશે. અશ્વીન ચૌબેએ લાલુ પ્રસાદ યાદવ પર વાકપ્રહાર કરતા કહ્યું હતુ કે જે બીજાને પાગલ કહે છે, તે સૌથી મોટો પાગલ હોય છે, અને સૌથી મોટા નરપિશાચ તો લાલુ ખુદ છે.

પિતાનું મોત 2005 પહેલા થયુ હોય તો, મહિલાઓને પિતાની પ્રોપર્ટીમાં હક્ક નહી: સુપ્રિમ કોર્ટ

પિતાનું મોત 2005 પહેલા થયુ હોય તો, મહિલાઓને પિતાની પ્રોપર્ટીમાં હક્ક નહી: સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે પિતાની સંપત્તિમાં દિકરીના હક્કને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા 2005 સુધીની સમયસીમા નક્કી કરી દીધી છે. પિતાની સંપત્તિમાં દિકરીના સમાન હક્કને સિમિત કરતા કોર્ટે કહ્યું કે જો પિતાનું મૃત્યુ વર્ષ 2005 પહેલા થયુ હોય તો, તેવી સ્થિતિમાં દિકરીને પિતાની સંપત્તિમાં સમાન હક્ક નહીં મળે.

હરભજનના લગ્નમાં સચિનના ફેન સુધીરને બાઉન્સરે રોક્યો

હરભજનના લગ્નમાં સચિનના ફેન સુધીરને બાઉન્સરે રોક્યો

ક્રિકેટર હરભજન સિંહના લગ્ન સમારોહમાં સચિન તેંડુલકર અને ટીમ ઇન્ડિયાના સૌથી મોટા ફેન માનવામાં આવતા સુધીરને સિક્યોરીટી ગાર્ડે ગેટ પર જ રોકી દીધો હતો. સુધીરે ઇન્વીટેશન મળવાની વાત કહેવા છતા તેમને અંદર જવા દેવામાં નહોતા આવ્યા. ત્યારે સુધીરે ભજ્જીને ફોન કર્યો અને ભજ્જી ખુદ ગેટ સુધી આવીને તેમને લગ્ન સમારોહમાં લઇ ગયા.

સાનિયા-હિગિંસની જોડીએ WTAનો ખિતાબ પણ પોતાને નામ કર્યો

સાનિયા-હિગિંસની જોડીએ WTAનો ખિતાબ પણ પોતાને નામ કર્યો

ફરી એકવખત સાનિયા મિર્ઝાએ સ્વિટ્ઝરલેન્ડની માર્ટીના હિંગીસની સાથે મળીને દેશ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર આપ્યા છે. આ ટોપ જોડીએ પોતાના વિજય અભિયાનને આગળ વધારતા રવિવારે WTAની ફાઇનલ્સનો ડબલ ખિતાબ પોતાને નામ કરી લીધો છે.

દુનિયાનો સાતમો મોસ્ટ વેલ્યુએડ દેશ બન્યો ભારત, અમેરિકા નંબર વન

દુનિયાનો સાતમો મોસ્ટ વેલ્યુએડ દેશ બન્યો ભારત, અમેરિકા નંબર વન

એક તરફ જ્યાં નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર વિપક્ષ અનેક હલ્લા બોલ કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ તેમના વિરોધીઓના મોઢા બંધ કરતી એક ખબર આવી રહી છે. જી હા, બ્રાન્ડ ફાયનાન્સ તરફથી એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ભારત મોસ્ટ વેલ્યુએડ નેશન્સના લીસ્ટમાં સાતમા નંબરે પહોંચી ગયો છે. જ્યારે અમેરિકા પહેલા નંબરે છે.

એક કરોડ મેટ્રીક ટન દાળ થશે આયાત ત્યારે જ કિંમતો ઘટશે

એક કરોડ મેટ્રીક ટન દાળ થશે આયાત ત્યારે જ કિંમતો ઘટશે

ભારતમાં હાલમાં જે રીતે વિવિધ દાળના ભાવ ચાલી રહ્યાં છે, તેની કીંમતો પર નિયંત્રણ લગાવવા માટે ચાલુ નાણાંકીય વર્ષમાં એક કરોડ ટન સુધી દાળને આયાત કરવી પડશે.

સરકારને RBI ચીફની ચેતવણી, વિકાસ માટે સહનશીલતા જરૂરી

સરકારને RBI ચીફની ચેતવણી, વિકાસ માટે સહનશીલતા જરૂરી

રેટીંગ એજન્સી મૂડીઝ બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, RBIના ચીફ રઘુરામ રાજને સરકારને સલાહ અને ચેતાવણી આપતા કહ્યું છેકે જો દેશનો વિકાસ કરવો હોય તો આપણે સહનશીલ બનવુ પડશે.

તહેવારોની મોસમમાં ગો એરની ટિકીટ સસ્તી

તહેવારોની મોસમમાં ગો એરની ટિકીટ સસ્તી

આ તહેવારોની મોસમમાં જો તમે ક્યાંક જવાનું ઇચ્છી રહ્યાં છો અને તમને ટ્રેન ટિકીટ મળવામાં પરેશાની થઇ રહી છે, તો ફ્લાઇટ પકડીને સુખદ યાત્રાનો અનુભવ કરી શકો છો. જી હા, ગો એરે પોતાની 10મી વર્ષગાંઠ નિમિત્તે જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે.

English summary
November 1: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X