Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુપીમાં બિહારનું પુનરાવર્તન કરવા આતુર ભાજપી નેતા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

યુપીમાં બિહારનું પુનરાવર્તન કરવા આતુર ભાજપી નેતા, આઝમને કહ્યાં ISISના સદસ્ય

યુપીમાં બિહારનું પુનરાવર્તન કરવા આતુર ભાજપી નેતા, આઝમને કહ્યાં ISISના સદસ્ય

બિહારમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવા છતા ભાજપી નેતાઓ પાઠ લેવા તૈયાર નથી. ભાજપના નેતા સાક્ષી મહારાજે ફરી એકવખત વિવાદીત નિવેદન આપતા આઝમ ખાનને ISISના સદસ્ય કહ્યાં છે.

પીએમ મોદીને લઇને કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરનું વિવાદીત નિવેદન

પીએમ મોદીને લઇને કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરનું વિવાદીત નિવેદન

કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે ફરી એકવખત વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છેકે પાકિસ્તાને જો વાતચીતમાં આગળ વધવુ હોય તો પીએમ નરેન્દ્ર મોદીનું સત્તા પરથી હટવુ જરૂરી છે.

રાહુલ પાસે બ્રિટીશ નાગરિક્તા, સાંસદ પદ માટે સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

રાહુલ પાસે બ્રિટીશ નાગરિક્તા, સાંસદ પદ માટે સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

ફરી એકવખત ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિક્તા હોવાના કારણે ભારતીય નાગરિક્તા પૂર્ણ કરવાની માંગ કરી છે.

પુસ્તકમાં ખુલાસો: સંજય દત્તને હથિયાર દાઉદના ભાઇએ આપ્યા હતા

પુસ્તકમાં ખુલાસો: સંજય દત્તને હથિયાર દાઉદના ભાઇએ આપ્યા હતા

દિલ્હીના ભૂતપૂર્વ કમિશ્નર નીરજ કુમારે પોતાના પુસ્તક "ડાયર ડી ફોર ડૉન"માં ખુલાસો કર્યો છેકે મુંબઇ ધમાકાઓમાં વપરાયેલા હથિયારો અભિનેતા સંજય દત્તને ડી કંપનીના કર્તા-હર્તા અને ધર્તા એટલે કે દાઉદના ભાઇ અનીસે આપ્યા હતા.

દિલ્હી પોલીસના ACPએ કરી આત્મહત્યા, તો પત્નીએ કરી આત્મહત્યાની કોશિષ

દિલ્હી પોલીસના ACPએ કરી આત્મહત્યા, તો પત્નીએ કરી આત્મહત્યાની કોશિષ

જી હા, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ACP અમિત કુમાર સિંહે આત્મહત્યા કરી હોવાના સમાચાર છે, તો સાથે જ તેમની પત્નીએ પણ ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. હાલમાં તેમની પત્ની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

2017 પહેલા લખનૌમાં મેટ્રો નહીં થાય શરૂ, જોવી પડશે રાહ

2017 પહેલા લખનૌમાં મેટ્રો નહીં થાય શરૂ, જોવી પડશે રાહ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીની મહત્વકાંક્ષી મેટ્રો રેલ પરિયોજના સહી સમયે પૂરી નહીં થઇ શકે. મેટ્રોમેનના નામે જાણીતા લખનૌ મેટ્રોના પ્રધાન સલાહકાર ઇ શ્રીધરને સોમવારે લખનૌ મેટ્રો કાર્યનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યુ કે માર્ચ 2017 પહેલા મેટ્રો ટ્રેન ચાલુ થવી મુશ્કેલ જણાઇ રહી છે.

સપા શાસનમાં યુપીમાં 20 સગીર પ્રધાન બનશે?

સપા શાસનમાં યુપીમાં 20 સગીર પ્રધાન બનશે?

ઉત્તરપ્રદેશમાં પ્રધાની માટે થનારી ચૂંટણી માટે ચૂંટણીપંચે કમર કસી છે. પરંતુ અહીં સપા સરકારની પોલ ખુલતી નજરે પડી રહી છે. લીસ્ટમાં ખોટા પ્રમાણપત્રો દાખલ કરીને ચૂંટણી લડનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જી હા, જે ઉમેદવારો પ્રધાનીની ચૂંટણી લડી રહ્યાં છે, તેમાંથી 20 ઉમેદવોરો દસ્તાવેજોના આધારે સગીર હોવાની વાત સામે આવી છે.

ભજ્જીના લગ્ન અને યુવીની સગાઇ બાદ હવે ઝહીર કરેશ નિકાહ!

ભજ્જીના લગ્ન અને યુવીની સગાઇ બાદ હવે ઝહીર કરેશ નિકાહ!

હાલમાં ક્રિકેટર્સમાં લગ્નની મોસમ ચાલી રહી છે. ભજ્જીએ પોતાના લગ્નના સમયે યુવીના લગ્નની હીન્ટ આપી હતી. અને હવે ફરી એકવખત ભજ્જીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનના લગ્નની હીન્ટ આપી છે.

વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલનું નિધન

વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલનું નિધન

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલનું નિધન થયુ છે. સિંઘલ લગભગ 20 વર્ષ સુધી વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. પાછલા ઘણાં મહિનાથી તેઓ બિમાર હતા. તેમનુ નિધન મેદાંતા હોસ્પિટલમાં મંગળવારે બપોરે થયુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X