ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

"કિસ ઓફ લવ"ના બે આયોજકોની સેક્સ રેકેટ ચલાવા માટે કરાઇ ધરપકડ

કેરળ પોલિસે કિસ ઓફ લવ અભિયાન ચલાવનારા બે આયોજક રાહુલ પશુપાલન અને તેની પત્ની રેશમી નાયર સમતે 8 લોકોની ધરપકડ કરી છે. તેમને કેરળમાં ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. સાઇબર સેલ દ્વારા આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આનંદીબેન કર્યો રોડ શો, માંગ્યો મોટી બહેન તરીકે મત

આનંદીબેન કર્યો રોડ શો, માંગ્યો મોટી બહેન તરીકે મત

મંગળવારે, અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેને રોડ શો નીકાળીને મતદારોથી મતની અપીલ કરી હતી. ઓપન જીપમાં સવાર આનંદીબેને લોકોને સંબોધિત કરતા કહ્યું હું તમારી મોટી બેન છું અને તે નાતે તમારી મને ભાઇબીજની ભેટ તરીકે મત આપવો જ રહ્યો. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે આનંદીબેને આ રોડ શો કર્યો હતો.

પુરુષોત્તમ રૂપાલા માંગવા ગયા મત, અને મળ્યા થાળી-વાટકા!

પુરુષોત્તમ રૂપાલા માંગવા ગયા મત, અને મળ્યા થાળી-વાટકા!

મંગળવારે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તીર્થધામ બહુચરાજીમાં યોજાયેલી સભામાં મત માંગવા ગયા ત્યારે તેમને પાટીદાર મહિલાઓના થાળી-વેલણના વિરોધનો સામનો કરવો પડ્યો. ત્યારે રૂપાલા આ પાટીદાર આંદોલન ક્રોંગ્રેસ દ્વારા જ ઊભુ કરવામાં આવ્યું છે તેવો આરોપ લગાવ્યો હતો.

ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાઇ જલારામ જયંતી

ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાઇ જલારામ જયંતી

પોતાના પૂણ્ય કામોને જાણીતા બનેલા સૌરાષ્ટના મહાન સંત જલારામબાપાની આજે 216મી જન્મજયંતી હોવાના કારણે જલારામ મંદિરોમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા. અને ભારે ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતી ઉજવવામાં આવી હતી.

હવે ચાલુ ટ્રેનથી પણ કરાવી ટિકિટ બુક, રેલ્વેની નવી સુવિધા

હવે ચાલુ ટ્રેનથી પણ કરાવી ટિકિટ બુક, રેલ્વેની નવી સુવિધા

રેલ્વે તેની મુખ્ય ટ્રેનો માટે એક ટીટીઇને જીપીએસ વાળી એક મશીન આપી છે. જેમાં રિઝર્વેશન ચાર્ટ પણ હશે. જે અંતર્ગત જો તમે ટ્રેનમાં ટિકિટ લીધા વગર ચઢ્યા હોવ તો તમે તે જ ટ્રેન માટે ટીકિટ લઇ શકશો. અને આ માટે હવે તમારી ટીટીઇને કરગરવું પણ નહીં પડે.

આવતા છ મહિનામાં રોબર્ટ વાડ્રા હશે જેલમાં

આવતા છ મહિનામાં રોબર્ટ વાડ્રા હશે જેલમાં

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દાવો કર્યો છે કે આવનારા 6 મહિનામાં પ્રિયંકા ગાંધીના પતિ અને ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા જેલની અંદર હશે. વધુમાં તેમણે રોબર્ટ વાડ્રા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ગરીબ લોકોના પૈસા ખાધા છે. નોંધનીય છે કે હરિયાણામાં જમીનના વેચાણ અને ખરીદી મામલે રોબર્ડ વાડ્રાની કંપની સામે તપાસપંચ બેસાડવામાં આવ્યું છે. જો કે ખટ્ટરના નિવેદન બાદ ક્રોંગ્રેસ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

વિશ્વ હિંદૂ પરિષદના નેતા અશોક સિંધલને, નરેન્દ્ર મોદી આપી પુષ્પાજંલિ

વિશ્વ હિંદૂ પરિષદના નેતા અશોક સિંધલને, નરેન્દ્ર મોદી આપી પુષ્પાજંલિ

વિશ્વ હિંદૂ પરિષદના આંતરાષ્ટ્રિય અધ્યક્ષ અશોક સિંધલના નિધન બાદ આજે દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાજંલિ અર્પપા માટે ભાજપના અનેક મોટા નેતા પહોંચ્યા હતા. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને પુષ્પાજંલિ અર્પિત કરી હતી. આ સિવાય સુષ્મા સ્વરાજ, સાધ્વી રૂતુમભરા પણ હાજરી આપી તેમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X