ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

છોટા રાજનનું નવું એડ્રેસ, તિહાડ જેલ બેરક નંબર 2

છોટા રાજનનું નવું એડ્રેસ, તિહાડ જેલ બેરક નંબર 2

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ખોટા પાસપોર્ટના આરોપમાં સીબીઆઇએ ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. જે બાદ તિહાડ જેલ બેરક નંબર 2માં તેને મોકલવામાં આવ્યો છે. અને તેને સીસીટીવીની દેખરેખમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. સીબીઆઇ કહ્યું છે કે હજી સુધી છોટા રાજનની અન્ય કેસોની ફાઇલ નથી મળી. જે માટે તે મહારાષ્ટ્ર પોલિસના સંપર્કમાં છે. અને ફાઇલ લેવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે હાલ તો છોટા રાજનનું નવું ઠેકાણું તિહાડ જેલ છે.

નીતિશ કુમાર બન્યા પાંચમી વખત સીએમ

નીતિશ કુમાર બન્યા પાંચમી વખત સીએમ

પાંચમી વખત નીતિશ કુમાર બન્યા બિહારના મુખ્યમંત્રી. આજે તેમનો ભવ્ય શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ શપથ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી સહિત નવ રાજ્યોના મુખ્યમંત્રી આવ્યા હતા. અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહી શકે છે. બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ લાલુના મહાગઠબંધનને બહુમતી મળી હતી. તે બાદ ગાંધી મેદાનમાં જ્યાં તેમનો શપથ ગ્રહણ કાર્યક્રમ થવાનો છે તેને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે.

શીના મર્ડર કેસ: સીબીઆઇએ કરી પીટરથી પૂછપરછ

શીના મર્ડર કેસ: સીબીઆઇએ કરી પીટરથી પૂછપરછ

ગુરુવારે, શીના મર્ડર કેસમાં સીબીઆઇએ સ્ટાર ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઇઓ પીટર મુખર્જીને ફરી અરેસ્ટ કર્યા. જે બાદ મુંબઇમાં આવેલા સીબીઆઇ કાર્યાલયમાં તેમને રાત 1 વાગ્યા સુધી સીબીઆઇ દ્વારા પૂછપરછ કરવામાં આવી. સીબીઆઇને પીટરના અલગ અલગ નિવેદનો પર શંકા જતા તેમની આ ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ફોરેન્સિક રિપોર્ટમાં પણ તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે રાયગઢના જંગલમાં જે લાશ મળી હતી તે શીનાની જ છે.

મોદીજી પોતાના ચમચાઓને સમજાવી દો હું નથી ડરતો તમારાથી: રાહુલ ગાંધી

મોદીજી પોતાના ચમચાઓને સમજાવી દો હું નથી ડરતો તમારાથી: રાહુલ ગાંધી

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને આરઆરએસને આડે હાથે લેતા કહ્યું છે કે તે મોદીના ચમચાઓથી નથી ડરતા. તેમની હિંમત હોય તો તમામ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવી મને જેલમાં નાંખી દો. નોંધનીય છે કે ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલને કમીશન એજન્ટ કહ્યા છે અને બન્ને પાસે દોઢ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો દાવો ઠોક્યો છે. રાહુલ ગાંધી આ વાત ગુરુવારે, યુવા ક્રોંગ્રેસની મહાસભામાં કહી હતી.

હિટ એન્ટ રન કેસ શરૂ...વધી સલમાનની મુશ્કેલીઓ

હિટ એન્ટ રન કેસ શરૂ...વધી સલમાનની મુશ્કેલીઓ

ફરી એક વાર સલમાન ખાનના હિટ એન્ડ રન કેસની સુનવણી શરૂ થઇ છે. નોંધનીય છે કે આ કેસમાં સરકારી પક્ષના વકીલ એક નવું નિવેદન કહ્યું છે જે મુજબ અકસ્માત વખતે ગાડીમાં સલમાન ખાન, તેમનો મિત્ર અને એક સિક્યોરીટી ગાર્ડ રવિન્દ્ર પાટિલ હતો તેવું જણાવ્યું છે. અને ડ્રાઇવર નહતો તેવું પણ જણાવ્યું છે. જે આવનારા સમયમાં સલમાન ખાનની મુશ્કેલીઓ વધારી દેશે.

ભારતમાં 60.4 ટકા લોકો પાસે નથી પોતાનું ટોયલેટ

ભારતમાં 60.4 ટકા લોકો પાસે નથી પોતાનું ટોયલેટ

એક બાજુ જ્યાં દુનિયા વિશ્વ ટોયલેટ દિવસ મનાવી રહી છે ત્યાં જ બીજી તરફ એક સર્વેમાં તે વાત બહાર આવી છે કે ભારતના 60.4 ટકા લોકો પાસે પોતાના શૌચાલય નથી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર પણ આ અંગે બનતા પ્રયાસો કરી રહી છે પણ હકીકત હજી લોકો બહુ દૂર છે.

ગુજરાતમાં છવાયો ઠંડીનો ચમકારો

ગુજરાતમાં છવાયો ઠંડીનો ચમકારો

ગુજરાતભરમાં ગુલાબી ઠંડીની અસર જોવા મળી રહી છે. અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યભરમાં લોકો સ્વેટરમાં દેખાવા લાગ્યા છે. તો હવામાન ખાતા પણ તાપમાનમાં થયેલા આ ધટાડાની નોંધ લીધી છે. અમદાવાદ અને વડોદરામાં તાપમાને 18-19 ડિગ્રી થયું છે.

અબ્કીબાર ભાજપનો અંતિમ સંસ્કાર

અબ્કીબાર ભાજપનો અંતિમ સંસ્કાર

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપની અંતિમયાત્રા ક્રોંગ્રેસ અને પાટીદાર મળીને નીકાળી. જેમાં તેમણે અબ્કીબાર ભાજપ કા અંતિમ સંસ્કાર તેવા બેનરો અને સુત્રોચ્ચાર કર્યા. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓને પટેલ સમુદાયવાળા વિસ્તારોમાં ભારે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

પેટાના કાર્યકર્તાઓએ ચિકનીના ખાવા માટે કર્યું આમ

પેટાના કાર્યકર્તાઓએ ચિકનીના ખાવા માટે કર્યું આમ

મુંબઇમાં પેટા (પીપલ ફોર એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ)ના ફાઉન્ડર ઇન્ગ્રિડ નેવકિરક બ્લડ ચીકનનો પોશાક પહેરીને લોકોને શાકાહારી થવાની અપીલ કરી.

બૌદ્ધગયામાં યાદ કરવામાં આવ્યો પેરિસ અટેક, કરાઇ પ્રાર્થના

બૌદ્ધગયામાં યાદ કરવામાં આવ્યો પેરિસ અટેક, કરાઇ પ્રાર્થના

ગુરુવારે, બૌદ્ધગયાના મહાબોધી મંદિરમાં વિદેશી મંક અને સ્થાનિક લોકોએ મળીને દિવા પ્રગટાવીને પેરિસ અટેકમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

કિસ ઓફ લવ, ઊંટ કરી યુવતીને પપ્પી

કિસ ઓફ લવ, ઊંટ કરી યુવતીને પપ્પી

રાજસ્થાનના પુષ્કર હાલ પુષ્કર મેળાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના જેવા માટે દુનિયાભરથી મોટી સંખ્યામાં વિદેશીઓ અહીં આવી રહ્યા છે. ત્યારે એક વિદેશી યુવતીએ ઊંટ જોડે આવો એક ફોટો પડાવ્યો હતો.

7મું પગાર પંચ, સરકારી કર્મચારીના પગારમાં 24 ટકાનો વધારો

7મું પગાર પંચ, સરકારી કર્મચારીના પગારમાં 24 ટકાનો વધારો

નવા વર્ષની શરૂઆતની પહેલા જ સરકારી કર્મચારીઓને સરકાર તરફથી મળી નવી ભેટ, કેન્દ્રિય કર્મચારીઓને સાતમું પગાર પંચ રૂપે 24 ટકાનો વધારો મળ્યો છે. જેને મેળવીને કર્મચારીઓ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X