યુપીમાં રાહુલની પગપાળા યાત્રાને આજમ ખાને ગણાવી મોર્નિંગ વોક

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

યુપીમાં રાહુલની પગપાળા યાત્રાને આજમ ખાને ગણાવી મોર્નિંગ વોક

યુપીમાં રાહુલની પગપાળા યાત્રાને આજમ ખાને ગણાવી મોર્નિંગ વોક

ઉત્તર પ્રદેશના સહારનપુરથી ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પગપાળા માર્ચ શરૂ કરી છે. જે દરમિયાન તે આ વિસ્તારમાં રહેલા ખેડૂતોને મળશે અને તેમની મુશ્કેલી સમજવાનો પ્રયાસ કરશે. ત્યારે રાહુલની આ માર્ચને કેબિનેટ મંત્રી આજમ ખા મોર્નિગ વોક ગણાવીને કહ્યું કે ફરવાથી તેમની તબિયત સારી રહેશે.

AAP વિધાયક સરિતા સિંહે કરી પોલિસ સાથે બબાલ, કેસ દાખલ

AAP વિધાયક સરિતા સિંહે કરી પોલિસ સાથે બબાલ, કેસ દાખલ

દિલ્હીના રોહતાસ નગરના આપ વિધાયક સરિતા સિંહ પર પોલિસે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો છે. થયું એવું કે સરિતા સિંહની ગાડી દિલ્હી પોલિસની બાઇક સાથે અથડાઇ ગઇ. જે મામલે બબાલ થતા વિધાયક અને તેના ડ્રાઇવરે પોલિસવાળાને ખરીખોટી સંભળાવી. સરિતા પોલિસવાળા ત્યાં સુધી કહી દીધુ કે તેની પહોંચ અરવિંદ કેજરીવાલ સુધી છે. જો કે આ મામલે પોલિસે એફઆઇઆર નોંધી તપાસ આદરી છે.

રક્ષામંત્રી કહ્યું આઇએસઆઇએસ કરે છે ઇન્ટરનેટનો શ્રેષ્ઠ પ્રયોગ

રક્ષામંત્રી કહ્યું આઇએસઆઇએસ કરે છે ઇન્ટરનેટનો શ્રેષ્ઠ પ્રયોગ

કેન્દ્રિય રક્ષાપ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે આઇએસઆઇએસ તેના સંગઠનના વિચારોને આગળ વધારવા માટે ઇન્ટરનેટનો અયોગ્ય રીતે ઉપયોગ કરે છે. તેમને સાયબર યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આપણે તે માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે સેનામાં નવી ટેકનોલોજીને લાવવાની જરૂર છે.

ગોવામાં અનુષ્કા સાથે હોલી ડે માણી પાછા ફરતા વિરાટ મોં છુપાવ્યું

ગોવામાં અનુષ્કા સાથે હોલી ડે માણી પાછા ફરતા વિરાટ મોં છુપાવ્યું

ભારતીય ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કહોલીએ ગોવામાં તેની લેડી લવ બોલીવૂડ સ્ટાર અનુષ્કા શર્મા ગોવામાં હોલીડે માણી પાછા ફરતી વખતે બેગની પાછળ તેનો ચહેરો સંતાડી દીધો અને તેના કારણે અનુષ્કાના ચહેરા પર આવી ગઇ સ્માઇલ. ભાઇ લવ હોય તો આવો હોય...

કાશી વિશ્વનાથ મંદિરમાં લાગી થયો ડ્રેસ કોડ, સાડી થઇ મસ્ટ

કાશી વિશ્વનાથ મંદિરમાં લાગી થયો ડ્રેસ કોડ, સાડી થઇ મસ્ટ

વિશ્વના પ્રસિદ્ધ મંદિર કાશી વિશ્વનાથ મંદિરના મહિલાઓના પ્રવેશ પર ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તે પણ વિદેશી મહિલાઓ માટે. હવે વિદેશી મહિલાઓ કાશી મંદિરમાં કેપ્રી કે શોર્ટ પેન્ટ પહેરીને હાજરી નહીં આપી શકે. તેમના માટે ખાસ ચેન્જિંગ રૂમ બનાવામાં આવ્યો છે. જ્યાં તેમણે સાડી પહેરીને બાબાના દર્શન કરવા માટે આવવું પડશે.

જ્યારે જ્યારે નીતિશ કુમાર લે છે શપથ, આ માણસ કાપે છે આંગળી!

જ્યારે જ્યારે નીતિશ કુમાર લે છે શપથ, આ માણસ કાપે છે આંગળી!

તમે કોઇ નેતાને પસંદ કરતા હોવ તે વાત અગલ છે પણ એટલી હદે પસંદ કરો કે તેની જીત પર તમે તમારી પોતાની આંગળી કાપી ભગવાનને ચઢાવો તેવું કદી સાંભળ્યું છે? પણ આવું જ કંઇક બન્યું છે પટનામાં. પટનાના જહાનાબાદના અનિલ શર્માએ નીતિશ કુમારની જીત બાદ ત્રીજી વાર પોતાની આંગળી કાપી ચૂક્યા છે. અનિલનું કહેવું છે કે દરેક વ્યક્તિ પોતાની ખુશી અલગ અલગ રીતે અભિવ્યક્ત કરે છે અને આ તેમની રીત છે તે આગળ પણ આવું કરતા રહેશે.

દક્ષિણ ભારતના ઔરંગજેબ હતા ટીપુ સુલ્તાન : પાંચજન્ય

દક્ષિણ ભારતના ઔરંગજેબ હતા ટીપુ સુલ્તાન : પાંચજન્ય

એક બાજુ જ્યાં દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે ત્યાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના માઉથપીસ પાંચજન્યમાં ટીપુ સુલ્તાનને દક્ષિણ ભારતનો ઔરંગજેબ ગણાવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે ટીપુએ જબદસ્તી લાખ્ખો લોકોનું ધર્માતરણ કરાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X