સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાંક અટકાવાયા તો ક્યાંક બહિષ્કાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાંક અટકાવાયા તો ક્યાંક બહિષ્કાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાંક અટકાવાયા તો ક્યાંક બહિષ્કાર

રવિવારે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા ભાગ રૂપે ચૂંટણીનો માહોલ એકાંદરે શાંતિભર રહ્યો. જો કે કેટલાક વિસ્તારોમાં કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થતા તો ક્યાંક દલિત મુદ્દે વિવિધ વિવાદ જોવા મળ્યા હતા. રાજપીપળા, આણંદ, ખંભાત તાલુકામાં શહેરો કરતા ગામમાં વધુ મતદાન જોવા મળ્યું હતું.

રાષ્ટ્રપતિ પહોંચ્યા કપડવંજ અમૂલ પ્લાન્ટનું થયું ઉદ્ધાટન

રાષ્ટ્રપતિ પહોંચ્યા કપડવંજ અમૂલ પ્લાન્ટનું થયું ઉદ્ધાટન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે તેમના ત્રણ દિવસના પ્રવાસ અંતર્ગત ગુજરાતના કપડવંજ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી આનંદીબેને તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ કપડવંજમાં અમૂલ ડેરીના 200 કરોડ પ્લાનનું આજે ઉદ્ધાટન કર્યું હતું. તો વળી સાંજે તેઓ આઇઆઇએમ અમદાવાદની ઇગ્નાઇટ એવોર્ડ સમારભમાં પણ હાજર રહેશે.

ફિલ્મ નિર્દેશકનો દાવો મદરેસામાં ઉસ્તાદે કર્યું છે તેમનું શારિરીક શોષણ

ફિલ્મ નિર્દેશકનો દાવો મદરેસામાં ઉસ્તાદે કર્યું છે તેમનું શારિરીક શોષણ

મલયાલમના જાણીતા ફિલ્મમેકર કહ્યું છે કે આજથી 40 વર્ષ પહેલા તેમની જોડે મદરેસામાં તેમના એક ઉસ્તાદે તેમનું યૌન શોષણ કર્યું છે. નોંધનીય છે કે મુસ્લિમ મહિલા પત્રકાર વીપી રાજીનાએ ફેસબુક પોસ્ટ પર મદરેસામાં થઇ રહેલા યૌન શૌષણની પોલ ખોલી હતી. ત્યારે તેમના સમર્થનમાં હવે એક અન્ય ફિલ્મમેકર સમર્થન આપી પોતાની વાત રજૂ કરી છે.

કોલકત્તામાં પકડેલા આઇએસઆઇના ત્રણ સંદિગ્ધોને 14 દિવસની રિમાન્ડ

કોલકત્તામાં પકડેલા આઇએસઆઇના ત્રણ સંદિગ્ધોને 14 દિવસની રિમાન્ડ

કોલકત્તા કોર્ટમાં આજે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કામ કરતા આઇએસઆઇના એજન્ટ હોવાના ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ મામલાની વધુ પૂછપરછ માટે તેમને 14 દિવસની પોલિસ રિમાન્ડમાં મોકલ્યા છે.

સોનિયા ગાંધી ઉપડ્યા અમેરિકા

સોનિયા ગાંધી ઉપડ્યા અમેરિકા

વિપક્ષ જ્યાં એક બાજુ લોકસભામાં સરકારને અસહિષ્ણુતા મુદ્દે ધેરવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં સોનિયા ગાંધી આ તમામ વિવાદ વચ્ચે અમેરિકા જવા ઉપડી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ તે રૂટીન ચેકઅપ કરવા માટે અમેરિકા ગયા છે. અને આવતા અઠવાડિયે પરત ફરશે.

સીબીઆઇએ ટેલિકોમ કૌભાંડ મામલે દયાનિધિ મારણથી કરી પૂછપરછ

સીબીઆઇએ ટેલિકોમ કૌભાંડ મામલે દયાનિધિ મારણથી કરી પૂછપરછ

ટેલીકોમ કૌભાંડ મામલે સોમવારે સીબીઆઇએ ભૂતપૂર્વ કેન્દ્રિય દૂરસંચાર પ્રધાન દયાનિધિ મારણ સાથે પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે મારત પર ટેલિકોમ કૌભાંડમાં પદનો દૂરઉપયોગ કરવો, સરકારી ખજાનાને નુક્શાન પહોંચાડવા જેવા આરોપ છે.

ચેન્નઇમાં ભારે વરસાદ સ્કૂલ કોલેજ બંધ

ચેન્નઇમાં ભારે વરસાદ સ્કૂલ કોલેજ બંધ

ચેન્નઇમાં ભારે વરસાદના કારણે અહીંની તમામ સ્કૂલ કોલેજેને બંધ રાખવામાં આવી છે. વરસાદના કારણે વિશ્વવિદ્યાલયની પરીક્ષા પણ રદ્દ કરાઇ છે. નોંધનીય છે કે પાછલા કેટલાય સમયથી તમિલનાડુમાં અનેક લોકોની મોત ભારે વરસાદના કારણે થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X