ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પપ્પુ યાદવ બિમાર પડતા હોસ્પિટલમાં દાખલ

પપ્પુ યાદવ બિમાર પડતા હોસ્પિટલમાં દાખલ

મધેપુરાના સાંસદ પપ્પુ યાદવની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને એર એબ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડૉક્ટરની સારવાર હેઠળ છે.

પટના પોલીસને મળી હરી મંદિર ઉડાવવાની ધમકી

પટના પોલીસને મળી હરી મંદિર ઉડાવવાની ધમકી

પટના પોલીસને કોઇ અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને પટના સાહિબ સ્થિત તખ્ત શ્રી હરિમંદિર ઉડાવવાની ધમકી આપી છે. ત્યારબાદ પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. આ ધમકીભર્યા ફોન બાદ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દેશમાં સૌ પ્રથમ વખત ટ્રાંસજેન્ડર બનશે સબ ઇન્સપેક્ટર

દેશમાં સૌ પ્રથમ વખત ટ્રાંસજેન્ડર બનશે સબ ઇન્સપેક્ટર

દેશમાં સૌ પ્રથમ વખત એક ટ્રાંસજેન્ડર પોલીસ સબ ઇન્સપેક્ટર બનશે. જી હા, ચેન્નઇની રહેવાસી પૃથિકા યશિની ખુબ જ જલ્દી ભારતની પહેલી પોલીસ સબ ઇન્સપેક્ટર બનશે. પૃથિકાને મદ્રાસ હાઇકોર્ટે ગુરૂવારે આ પદ માટે યોગ્ય ઉમેદવાર ઘોષિત કરી દીધી છે.

ઝાંસીની સડકો પર નશામાં ધુત યુવતીએ કર્યો હંગામો

ઝાંસીની સડકો પર નશામાં ધુત યુવતીએ કર્યો હંગામો

નશામાં ધુત થઇને હવે છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ હંગામો કરે છે. જી હા ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક છોકરીએ ખુબ દારૂ પીને હલ્લો મચાવ્યો હોવાના સમાચાર છે. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ છોકરીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને ત્યારબાદ તેના પરિજનોને સોંપી હતી.

સાધુ સંતના અધ્યક્ષે સાક્ષી મહારાજને બાળાત્કારી અને આદિત્યનાથને કહ્યાં માફીયા

સાધુ સંતના અધ્યક્ષે સાક્ષી મહારાજને બાળાત્કારી અને આદિત્યનાથને કહ્યાં માફીયા

દેશમાં અસહિષ્ણુતાના મુદ્દે રાજનૈતિક દળોમાં ઘમાસાણ મચેલુ છે. અને હવે આ ઘમાસાણમાં સાધુ સંત પણ કુદી પડ્યા છે. આ સંદર્ભમાં આચાર્ય પ્રમોદે કહ્યું છેકે રાજનૈતિક દળોના નેતાઓ હિંદુઓ અને મુસલમાનોને લડાવાનું કામ કરી રહ્યાં છે. સંત સમાજના અધ્યક્ષે યોગી આદિત્યનાથને પૂર્વાંચલના માફિયા ગણાવ્યા છે. તો સાથે જ સાક્ષી મહરાજને તેમણે બળાત્કારી કહી દીધા છે.

બેંગ્લોર નજીક ચાલતી બસમાં બળાત્કારની ઘટના

બેંગ્લોર નજીક ચાલતી બસમાં બળાત્કારની ઘટના

દિલ્હીના નિર્ભયા કાંડનું દેશના વિવિધ ભાગોમાં પુનરાવર્તન થઇ રહ્યું છે. જી હા, કર્ણાટકની રાજધાની બેંગ્લોર નજીક એક 18 વર્ષીય યુવતી સાથે ચાલતી બસમાં બળાત્કારની ઘટના બની છે. પોલીસે આ કેસમાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી લીધી છે.

નજીવી બાબતે પત્નીને ઉતારી મોતને ઘાટ, પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

નજીવી બાબતે પત્નીને ઉતારી મોતને ઘાટ, પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

સંપતિના વિવાદમાં ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક યુવકે પોતાની પત્નીની કુહાડીના ઘા મારીને કરપીણ હત્યા નીપજાવી છે. ત્યારબાદ યુવક મર્ડર વેપનની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X