વણઝારાના પત્ર બોમ્બ વિવાદ બાદ આ 5 પ્રશ્નો ચર્ચામાં
અમદાવાદ, 5 સપ્ટેમ્બર : ગુજરાતના પૂર્વ ડીઆઇજી ડી જી વણઝારાએ 3 સપ્ટેમ્બર, 2013ના રોજ પોતાનો પત્ર બોમ્બ ફોડ્યો. આ બોમ્બ ફૂટવાથી ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી ગઇ છે. મૂર્છિત બનેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને તેના નેતાઓને ચેતનવંતા બન્યા છે. કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલી દીધો છે. આ અંતર્ગત પહેલું કામ તેમણે નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરવાનું કર્યું છે અને તેના સંદર્ભમાં 6 સપ્ટેમ્બર, 2013 શુક્રવારના રોજ ગુજરાત બંધ જાહેર કર્યો છે.
વણઝારા પોતે વર્ષ 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં થયેલા અનેક નરલી એનકાઉન્ટર્સ કેસમાં આરોપી છે. હાલમાં પદ પરથી બરતરફ કરાયા છે અને જેલમાં બંધ છે. વણઝારાએ પત્ર બોમ્બ ફોડવા માટે પસંદ કરેલા સમયની ખૂબ ચર્ચા થઇ રહી છે. વણઝારાએ પત્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેને નિશાન બનાવ્યા છે.
ડી જી વણઝારાના પત્રએ ગુજરાતથી દિલ્હી સુધી ભૂકંપ લાવી દીધો છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી પર ચોતરફા એટેકની તૈયારી કરી દીધી છે. આ મુદ્દાનો લાભ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આગામી લોકસભા ચૂંટણી 2014માં ઉઠાવવા માંગે છે. જ્યારે મોદી તરફીઓનું કહેવું છે કે આ પત્રથી નરેન્દ્ર મોદીની છબીને કોઇ અસર નહીં પહોંચે અને તેમની પીએમ પદની ઉમેદવારી બરકરાર રહેશે.
વણઝારાના પત્ર બોમ્બની મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ભારે ચર્ચા થઇ રહી છે. આ 10 પાનાનો પત્ર મોટા ભાગની મીડિયા વેબસાઇટ પર ઉપલબ્ધ બન્યો છે. જેના કારણ ઘણા લોકોએ ખૂબ જ ચીવટથી તેનો અભ્યાસ કર્યો છે. આ પરિણામે ગુજરાત, નરેન્દ્ર મોદી અને ગુજરાત એન્કાઉન્ટરને ફોલો કરી રહેલા કેટલાક લીગલ એક્સપર્ટ્સના અભ્યાસમાં વણઝારાના પત્ર સામે પ્રશ્ન ઉપસ્થિત કરતા ચાર સવાલો બહાર આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ ચાર પ્રશ્નોએ ભારે ચર્ચા જગાવી છે. આ પ્રશ્નો કયા છે તે આવો જાણીએ...

પાંચ પ્રશ્નોની ચર્ચા
ગુજરાત, નરેન્દ્ર મોદી અને ગુજરાત એન્કાઉન્ટરને ફોલો કરી રહેલા કેટલાક લીગલ એક્સપર્ટ્સના અભ્યાસમાં વણઝારાના પત્ર સામે પ્રશ્ન ઉપસ્થિત કરતા ચાર સવાલો બહાર આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ ચાર પ્રશ્નોએ ભારે ચર્ચા જગાવી છે.

પત્ર ખરેખર વણઝારાએ લખ્યો છે?
ડીજી વણઝારાનો રાજીનામા પત્ર કોણે તૈયાર કર્યો છે? કારણ કે તેમાં ખૂબ જ યોગ્ય રીતે અંગ્રેજી પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં એક પણ અલ્પવિરામ સુદ્ધાંની ભૂલ નથી. જેના આધારે લાગે છે કે આ પત્ર વણઝારાએ પોતે લખ્યો નથી.

વણઝારાના વકીલ કેમ અજાણ?
વણઝારાના વકીલનું કહેવું છે કે આ પત્ર અંગે તેમને ખુદને કોઇ જાણ નથી. તેમને આ પત્ર અંગેની જાણ મીડિયા દ્વારા જ થઇ છે. જો આમ હોય તો આટલી મોટી બાબતને વણઝારાએ શા માટે ગુપ્ત રાખી, કે તે પાછળ કોઇનું દબાણ છે?

આવો પત્ર આ સમયે જ શા માટે લખ્યો?
વણઝારાએ આવો પત્ર લખીને સનસનાટી ફેલવવા માટે અત્યારનો સમય જ શા માટે પસંદ કર્યો. સૌ જાણે છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી છે. નરેન્દ્ર મોદી પીએમ પદની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત શંકા એટલા માટે પણ ઉઠી રહી છે કે ગયા મહિને જ અભિન મોદક (આદર્શ હાઉસિંગ સ્કેમની તપાસ કરનારા) દ્વારા કરવામાં આવેલી વણઝારાની તપાસ બાદ તેમણે જણાવ્યું હતું કે વણઝારા ખૂબ સહયોગ આપે છે.

કોની સાથે અન્યાય?
નોંધનીય બાબત એ છે કે વણઝારા છેલ્લા સાત વર્ષથી જેલમાં છે. જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ જેમણે સીબીઆઇને સહયોગ આપ્યો તેઓ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. આવું શા માટે?

પત્રથી લાભ કોને?
આ પત્ર જે સમયે આવ્યો છે અને જે રીતે લખવામાં આવ્યો છે, તેમાં જેવા આરોપ લગાવવામાં આવ્યા છે તેને જોતા લાગે છે કે તે વણઝારાને જેલની બહાર આવવામાં ખાસ મદદ નહીં કરે. બીજી તરફ આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં લઇએ તો પણ નરેન્દ્ર મોદીની છબીને પણ ખાસ નુકસાન નહીં પહોંચાડી શકે. આ પત્રથી ઉત્સાહમાં આવી ગયેલી કોંગ્રેસને પણ વિષેશ લાભ થશે એવું માનવામાં આવતું નથી. ત્યારે પ્રશ્ન એ છે કે આ પત્રનું પ્રયોજન શું છે?
ચાર પ્રશ્નોની ચર્ચા
ગુજરાત, નરેન્દ્ર મોદી અને ગુજરાત એન્કાઉન્ટરને ફોલો કરી રહેલા કેટલાક લીગલ એક્સપર્ટ્સના અભ્યાસમાં વણઝારાના પત્ર સામે પ્રશ્ન ઉપસ્થિત કરતા ચાર સવાલો બહાર આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ ચાર પ્રશ્નોએ ભારે ચર્ચા જગાવી છે.
પત્ર ખરેખર વણઝારાએ લખ્યો છે?
ડીજી વણઝારાનો રાજીનામા પત્ર કોણે તૈયાર કર્યો છે? કારણ કે તેમાં ખૂબ જ યોગ્ય રીતે અંગ્રેજી પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં એક પણ અલ્પવિરામ સુદ્ધાંની ભૂલ નથી. જેના આધારે લાગે છે કે આ પત્ર વણઝારાએ પોતે લખ્યો નથી.
વણઝારાના વકીલ કેમ અજાણ?
વણઝારાના વકીલનું કહેવું છે કે આ પત્ર અંગે તેમને ખુદને કોઇ જાણ નથી. તેમને આ પત્ર અંગેની જાણ મીડિયા દ્વારા જ થઇ છે. જો આમ હોય તો આટલી મોટી બાબતને વણઝારાએ શા માટે ગુપ્ત રાખી, કે તે પાછળ કોઇનું દબાણ છે?
આવો પત્ર આ સમયે જ શા માટે લખ્યો?
વણઝારાએ આવો પત્ર લખીને સનસનાટી ફેલવવા માટે અત્યારનો સમય જ શા માટે પસંદ કર્યો. સૌ જાણે છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત શંકા એટલા માટે પણ ઉઠી રહી છે કે ગયા મહિને જ અભિન મોદક (આદર્શ હાઉસિંગ સ્કેમની તપાસ કરનારા) દ્વારા કરવામાં આવેલી વણઝારાની તપાસ બાદ તેમણે જણાવ્યું હતું કે વણઝારા ખૂબ સહયોગ આપે છે.