હવે અણ્ણા હઝારેએ મીડિયાની કામગીરી પર ઉઠાવ્યો સવાલ!

હઝારેએ હિન્દી પત્રકારત્વ પર આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે પત્રકારત્વ લોકતંત્રનું ચોથું આધારસ્તંભ છે, જેને મજબૂત બનવું જોઇએ પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ સ્તંભને પણ ડાઘ લાગી ગયો છે. તેમણે જણાવ્યું કે મીડિયા વિકાસ અને ગામ સંબંધી મુદ્દાને ધ્યાનમાં નથી લઇ રહ્યું.
અણ્ણા હઝારેએ ગામના વિકાસનો અર્થ નવી પંચાયત ઇમારતનું નિર્માણ અથવા હાલની ઇમારતોની ઉંચાઇ વધારવાનો નથી. ઇમારતોની ઉંચાઇ વધવાની સાથે સાથે લોકોના સિદ્ધાંતો નીચે જઇ રહ્યા છે. આ વિકાસ નથી. વિકાસનો અર્થ લોકોને અંદરથી મજબૂત બનાવવાનો છે.
તેમણે જણાવ્યું કે હાલના સમયમાં વિકાસનું મોડલ અપનાવવામાં આવી રહ્યું છે તેના માટે આંખો બંધ કરીને પાકૃતિક અને માનવ સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ તે ખોટું છે.












Click it and Unblock the Notifications
