હવે ટીવી પર જોઇ શકશો ADULT MOVIES!

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઇ, 31 જાન્યુઆરી: સેન્સર બોર્ડના સભ્યોની ભલામણ પર અમલ થયો, તો તો જલદી પર એડલ્ટ કન્ટેટ માટે અલગથી સમય નક્કી કરવામાં આવશે. એટલે કે વયસ્કો માટે એડલ્ટ મૂવીઝ કાપકૂપ વિના વયસ્ક દર્શક આ વ્યવસ્થા હેઠળ જોઇ શકશો જેના માટે અલગથી સ્લોટ નિર્ધારિત હશે. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ વિમલ ઝુલ્કા સાથે મુલાકાત દરમિયાન બોર્ડ સભ્યોએ સ્પેશયલ સ્લોટની શરૂઆતની માંગણી કરી હતી.

વયસ્ક ફિલ્મોને ટીવી પ્રસારણનો અધિકાર આપતાં પહેલાં તેના કન્ટેટમાં પરિવર્તન કરી 'A ના બદલે UA અથવા U સર્ટિફાઇડ કરવામાં આવશે. સર્ટિફિકેશન દરમિયાન એ નક્કી થાય છે કે ફિલ્મથી વયસ્ક કન્ટેટ દૂર કરી દેવામાં આવ્યું છે અને હવે ફિલ્મને પ્રસારિત કરી શકાય છે. મોડી રાત્રે એડલ્ટ ફિલ્મોના પ્રસારણ માટે નક્કી કરવાના બોર્ડના પ્રસ્તાવ પર અમલની પ્રક્રિયા ઘણી લાંબી છે. તેના માટે દરેક સંબંધિત પક્ષો સાથે વાત કરવી પડશે. તેમના વલણ અનુસાર જ આ દિશામાં આગળ વધવાની સંભાવના છે.

adult-movies

બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે અત્યારે ટીવી પર પ્રસારિત થતાં પહેલાં ફિલ્મ સેન્સર બોર્ડ પાસ ફરીથી સર્ટિફિકેશન માટે આવે છે. ટીવી પર યૂ અને યૂએ સર્ટિફિકેટવાળી ફિલ્મો બતાવવામાં આવે છે. જેના લીધે એડલ્ટ ફિલ્મોમાંથી આપત્તિજનક સીન દૂર કરવા પડે છે. અમે સલાહ આપી છે કે મંત્રાલય આવી ફિલ્મો મોડી રાત્રિનો સમય નક્કી કરે. જો કે તેમને કહ્યું હતું કે આ પ્રક્રિયામાં હજુ ઘણો સમય લાગી શકે છે.

આ ઉપરાંત સેન્સર બોર્ડના સભ્યોએ ગત વર્ષે આપેલા સર્ટિફિકેશનની નવી શ્રેણીઓના મંતવ્ય પર ફરીથી ધ્યાન આપવાની માંગ કરી છે. એક સભ્યએ કહ્યું હતું કે અત્યારે અમારી પાસે ફક્ત ત્રણ શ્રેણીઓ છે. યૂ-યૂનિવર્સલ વ્યૂઇંગ, યૂએ-આ ફિલ્મોને થોડા એડલ્ટ કન્ટેટ હોય છે અને એ ફક્ત એડલ્ટ માટે. નવા પ્રસ્તાવમાં 12 વર્ષ સુધી બાળકો માટે યૂ-12 અને 15 વર્ષ સુધી બાળકો માટે યૂ-15 છે.

English summary
If members of the Central Board of Film Certification (CBFC) have their way, there will be a 'mature' slot on satellite television. in a meeting on Wednesday with secretary of information and broadcasting ministry Bimal Julka, the board members asked for the introduction of the special slot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.