For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે બીજેપીનો સાથ છોડે નીતિશ કુમાર: તારિક અનવર

|
Google Oneindia Gujarati News

nitish kumar
નવી દિલ્હી, 3 માર્ચ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રધાન મહાસચિવ તથા કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ રાજ્યમંત્રી તારિક અનવરે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમારને સલાહ આપી છે કે તેઓ બીજેપીમાંથી અલગ થઇ જાય.

તારિક અનવરે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે નીતિશ કુમારે બીજેપીમાંથી અલગ થઇને બીજી કોઇ વાટ પકડી લેવી જોઇએ. જોકે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીના પીએમ પદના ઉમેદવારી માટે જે વલણ અપનાવ્યું છે અને બીજેપી તેમને જે સ્થાને રાખી રહી છે તેના હિસાબે તેમણે હવે નિર્ણય કરી લેવો જોઇએ.

તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નહીં તો રાષ્ટ્રીય છબી છે અને નહીં તેમણે રાષ્ટ્રીય સ્તરે ક્યારેય રાજનીતિ નથી કરી. એવામાં તેમને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીમાં આતંરીક નેતૃત્વની ખોટ દેખાઇ રહી છે.

તારીકે જણાવ્યું કે દિલ્હીમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપની પાસે રાષ્ટ્રીય સ્તરનો કોઇ નેતા નથી.

English summary
Tarik Anwar said now Nitish Kumar should leave the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X