ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી સાથે રાખવાની નહિ પડે જરૂર, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમ
લકને હવે ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફેકિટ (આરસી), વીમો પૉલ્યુશન સર્ટિફિકેટ જેવી કાગળો ગાડીમાં સાથે રાખવાની જરૂર નહિ પડે.
નવી દિલ્લીઃ ચાલકને હવે ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફેકિટ (આરસી), વીમો પૉલ્યુશન સર્ટિફિકેટ જેવી કાગળો ગાડીમાં સાથે રાખવાની જરૂર નહિ પડે. ટ્રાફિક પોલિસ આના માટે તમારી પૂછપરછ નહિ કરે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ વિશે નોટિફિકેશન જારી કરી છે કે એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. સરકારે કહ્યુ છે કે એક સૂચના પ્રૌદ્યોગિકી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર, 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ-ચલાન સહિત વાહન સાથે જોડાયેલ દસ્તાવેજોને મેઈટેઈન કરવામાં આવશે.

વાહન માલિક પાસે કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહિ.
કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989માં સુધારો કર્યો છે. જે હેઠળ એક સૂચના પ્રૌદ્યોગિતી પોર્ટલના માધ્યમથી બધા ડ્રાઈવિંગ લાયસન્સ, ઈ-ચલાન અને વાહન સંબંધી અન્ય દસ્તાવેજોને મેઈનટેઈન કરવામાં આવશે. આ નિયમ 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે. વાહન દસ્તાવેજોના ચેકિંગ દરમિયાન ઈલેક્ટ્રોનિક માધ્યમથી ગેરકાયદે મળેલ વાહનોના દસ્તાવેજોની તપાસ થવા પર માલિક પાસે કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહિ.

નિયમોને સરળ કરી દેવામાં આવ્યા
ગાડી સાથે જોડાયેલ કોઈ પણ દસ્તાવેજની માંગ કરવા કે તેની તપાસ કરવા પર પોલિસ અધિકારી કે રાજ્ય સરકારના અધિકૃત કોઈ પણ અન્ય અધિકારીની ઓળખ અને ઈન્સ્પેક્શનનો સમય પોર્ટલ પર નોંધવામાં આવશે. કેન્દ્ર સરકારના ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના નિયમોને સરળ કરી દેવામાં આવ્યા છે. હવે આધાર કાર્ડનો ઉપયોગ ઑનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા, લાયસન્સનુ નવાનીકરણ, ગાડીનુ રજિસ્ટ્રેશન અને તેની સાથે જોડાયેલ દસ્તાવેજમાં સરનામુ બદલવા માટે થશે.

જો ગાડીનો મેમો ફાટે..
નવી નિયમો અનુસર કોઈ પોલિસકર્મી પાસે તપાસ ઉપકરણ નથી તો તે સ્માર્ટફોન પર સૉફ્ટવેર ડાઉનલોડ કરીને વાહનના કાગળોની તપાસ કરી શકશે. તપાસ સ્વયં કરવા સંબંધિત તપાસની જવાબદારી હશે. વાહન માલિક પાસેથી ગાડીના કાગળો ન રાખવા પર સવાલ નહિ ઉઠાવી શકાય. જો ગાડીનો મેમો ફાટે અને વાહન માલિક મેમો ચૂકવી ન શકે તો પરિવહન માટેનો ટેક્સ જમા કરાવવો પડશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
