• search

સોશિયલ મીડિયાનો નવો કમાલ, વર્ચ્યુઅલ રેલી માટે થાવ તૈયાર

નવી દિલ્હી, 14 એપ્રિલ : ભારતીય રાજકીય પાર્ટીઓ પાર્ટીમાં વધારે લોકોને સહભાગી બનાવવા માટે ટેકનોલોજીનો સહારો લઇ રહી છે. આ દિશામાં એક કદમ આગળ વધીને સોશિયલ મીડિયા હવે વર્ચ્યુઅલ રેલી યોજી આપવા માટે આગળ આવ્યું છે.

હાલ સોશિયલ મિડિયામાં લોકસભા ચૂંટણી 2014ની ઋતુ પુરબહારમાં ખીલી ગઇ છે. ગુગલ, ફેસબુક, ટ્‍વીટ્‍ર અને વાઇબર જેવી સાઇટસ્‌ અને એપ્‍લિકેશનસે તો આ માટે વિશેષ ઝુંબેશ અને સેવાઓ શરૂ કરી છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક 3D વર્ચ્યુઅલ રેલી યોજી હતી. જેમાં તેમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વર્ચ્યુઅલ સેવાઓ કેવી રીતે સાઇટને, રાજકીય પાર્ટીઓને અને મતદારોને મદદ કરશે અને ઇલેક્શન્સ 2014માં નવી ક્રાંતિ લાવશે તે અંગે જાણીએ...

ગુગલની વર્ચુઅલ રેલી

ગુગલની વર્ચુઅલ રેલી

આમાં લોકો જુદી જુદી જગ્‍યાએ હોય તો પણ લોગઇન થઇને કોઇ પણ મુદ્દા પર વર્ચુઅલ રેલી યોજી શકે છે. ગુગલ ઇન્‍ડિયાનાં ઉપ-પ્રમુખ અને મેનેજીંગ ડાયરેટર રાજન આનંદન્‌નું કહેવું છે કે અમેરિકામાં રાષ્‍ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન આ પ્રયોગ અત્‍યંત સફળ રહયો હતો. ગુગલે તો વળી ગુગલ હેન્‍ગઆઉટ પર ‘પ્‍લીઝ ટુ વોટ' અને ‘નૉ યોર કેન્‍ડિડેટ' (તમારાં ઉમેદવાર ને જાણો) જેવી ઝુંબેશો પણ શરૂ કરી છે. આમા હિમાચલનાં 97 વર્ષીય શ્‍યામ સરન નેગીને દેખાડવામાં આવ્‍યા છે જેમણે દરેક ચૂંટણીમાં મત આપ્‍યો છે.

ટ્‍વીટ્‍ર, ફેસબુક, વાઇબર પણ દોડમાં સામેલ

ટ્‍વીટ્‍ર, ફેસબુક, વાઇબર પણ દોડમાં સામેલ

ટ્‍વીટ્‍રે ચૂંટણી ટ્‍વીટસ્‌ માટે ડિસ્‍કવર વિભાગ શરૂ કર્યો છે. ફેસબુકે ઇલેકશન ટ્રેકર્સ અને ફેસબુક ટોકસ પેજની શરૂઆત કરી છે. વાઇબરે ‘ફિન્‍ગર કેમ્‍પેઇન' શરૂ કર્યું છે.

સોશ્‍યલ સાઇટસ્‌ને થશે લાભ

સોશ્‍યલ સાઇટસ્‌ને થશે લાભ

સેન્‍ટર ફોર ઇન્‍ટરનેટ એન્‍ડ સોસાયટીનાં કારોભારી ડાયરેકટર સુનીલ અબ્રાહમનું કહેવું છે કે સોશ્‍યલ સાઇટસ્‌ ચૂંટણીઓ સમયે જાહેરખબરો મેળવવા આવા નીતનવા પેજ શરૂ કરી રહી છે. આ દ્વારા સાઇટ્સને સારી કમાણી થાય છે.

પક્ષોને પણ ફાયદો

પક્ષોને પણ ફાયદો

રાજકીય પાર્ટીઓને સહુથી મોટો લાભ એ થાય છે કે સોશ્‍યલ મીડિયા કંપનીઓ પાસે આજનાં યુવાનોને કયા મુદ્દાઓ પસંદ પડી રહયાં છે અને કંઇ વાતોને તેઓ નાપસંદ કરી રહયાં છે તે વિશેની જાણકારી એકત્ર થાય છે. પક્ષો આ માહિતી મેળવીને તેમની ઝુંબેશમાં ફેરફારો કરે છે.

પાર્ટીના બજેટમાં સોશિયલ મીડિયા ફંડની ફાળવણી

પાર્ટીના બજેટમાં સોશિયલ મીડિયા ફંડની ફાળવણી

આ વખતની ચૂંટણીમાં સોશ્‍યલ મિડિયાની ભૂમિકા પણ મહત્‍વની રહી છે તે વાતને અવગણી શકાય નહીં. હાલ તમામ પક્ષોનાં ચૂંટણી બજેટમાંથી બેથી પાંચ સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ફાળવવામાં આવ્‍યા છે તેમ ઇન્‍ટરનેટ એન્‍ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્‍ડીયાએ જણાવ્‍યું છે.

ઇન્ટરનેટ પર ચર્ચા વધી

ઇન્ટરનેટ પર ચર્ચા વધી

ગુગલનાં એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્‍યું છે કે વર્ષ 2009ની લોકસભા ચૂંટણીની સરખામણીએ ઇન્‍ટરનેટ પર ઉમેદવારો-પક્ષો વિશેની જાણકારી કે ચર્ચા કરવામાં આ વખતે 500 ટકા વધારો નોંધાયો છે.

English summary
Indian political parties are starting to get involve more people in party via technology. In this venture now social media come ahead to orgenise Virtual Rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more