હવે બોલિવૂડ ફિલ્મોમાં હિરોઈન બનશે સીમા હૈદર, જાણો કોને આપી ફિલ્મ કરવાની ઓફર?

પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયા પર છવાયેલી છે. જો કે હવે તે ફિલ્મી પડદે છવાઈ જવા માટે તૈયાર હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર, સીમા હૈદર અને સચિન મીણા તેની લવ સ્ટોરીને કારણે સતત ચર્ચામા છે અને તેને કારણે સચિન કામ પણ કરી શકતો નથી. આ સ્થિતીમાં બન્નેની આર્થિક સ્થિતી કફોડી બની છે. એક તરફ પોલીસ તપાસ અને બીજી તરફ મીડિયાને કારણે બન્ને ઘરમાં રહેવા મજબુર છે.

Seema Haider

કામ ન કરી શકવાને કારણે પરિવાર આર્થિક તંગીમ છે ત્યારે સીમા હૈદર અને સચિન મીણાને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી છે. અહેવાલો અનુસાર,ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના પ્રમુખ અમિત જાનીએ સીમા હૈદર અને સચિન મીણાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.

સીમા હૈદર અને સચિન મીણાની નબળી આર્થિક સ્થિતિના સમાચાર સાંભળ્યા બાદ અમિત જાનીએ સીમા અને સચિનને મદદ માટે ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે. અમિત જાનીએ તેના ફિલ્મ પ્રોડક્શન હાઉસ જાની ફાયર ફોક્સની એક ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.

જણાવી દઈએ કે, અમિત જાનીએ હાલમાં જ મુંબઈમાં એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તેનું નામ જોની ફાયર ફોક્સ છે. અમિત ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે એ ટેલર મર્ડર સ્ટોરી છે અને તે નવેમ્બર 2023માં સિનેમાઘરોમાં આવશે.

અમિત જાનીએ સીમા અને સચિનને ​​ઓફર કરી હતી કે જો તેઓ તેમના પ્રોડક્શનમાં કામ કરશે તો તેના બદલામાં તે કપલને પૈસા પણ આપશે. અમિત જાનીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે સીમા હૈદર જે રીતે ભારતમાં પ્રવેશી તેને તેઓ સમર્થન આપતા નથી પરંતુ તેઓ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને મદદનો હાથ લંબાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની મદદ કરવી એ ભારતીય તરીકે અમારી ફરજ છે.

અમિત જાની આ કપલને કામના બદલામાં રૂપિયા ચુકવશે. અમિત જાનીએ સ્પષ્ટતા કરી છે કે સીમા હૈદર જે રીતે ભારતમાં પ્રવેશી તેને તેઓ સમર્થન આપતા નથી પરંતુ તેઓ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને મદદનો હાથ લંબાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમની મદદ કરવી એ ભારતીય તરીકે અમારી ફરજ છે.

બીજી તરફ અમિત જાનીએ જણાવ્યુ કે, થોડા દિવસો પહેલા તેમને તેના એક કર્મચારીને સીમા હૈદરના ઘરે મોકલીને ઓફર વિશે જણાવ્યુ હતુ. આના જવાબમાં સીમાએ કહ્યું હતું કે તે આ ઓફર વિશે વિચારશે. જો કે હજુ સુધી સીમાએ આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X