હવે શતાબ્દી ટ્રેઇનમાં મુસાફરીની સાથે શોપિંગની મઝા

રેલવે મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શતાબ્દી ટ્રેનની એક્ઝિક્યુટિવ ક્લાસ અને ચેર કારમાં પરફ્યુમ, બોડી લોશન, હેન્ડ બેગ, ઘડિયાળ, જ્વેરલી અને ગિફ્ટ આઇટમ્સ વગેરે ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરંત ચોકલેટ અને બેકરી આઇટમ્સના ચાહકો માટે પણ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.
શતાબ્દી ટ્રેનમાં પાટલોટ પ્રોજેક્ટ તરીકે એક મહિના માટે આ કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો છે. આ સેવા ભોપાલ શતાબ્દીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનમાં મળતા પ્રતિસાદને આધારે આ સુવિધા અન્ય શતાબ્દી ટ્રેનમાં ઉપલબ્દ કરાવવી કે નહીં તેનો વિચાર કરવામાં આવશે.
આ ટ્રોલી સેવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે ચૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વર્તમાનમાં રેલવે શતાબ્દી ટ્રેનમાં ઉપગ્રહ મારફતે ફિલ્મો અને ટેલિવિઝન ચેનલોની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
