દિલ્લીની સ્કૂલોમાં પણ હવે પ્લાસ્ટિક પર લાગ્યો પ્રતિબંધ, કેજરીવાલ સરકારે જાહેર કર્યા આ આદેશ
દિલ્લીની સ્કૂલોમાં પણ હવે સ્કૂલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીની કેજરીવાલ સરકાર રાજદાનીના પર્યાવરણને સુધારવા માટે બધા પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હાલમાં જ દિલ્લી સરકારે 1 જૂનથી સચિવાલયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. આખા દિલ્લીમાં ધીમે ધીમે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. એવામાં હવે સ્કૂલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે હવે શાળાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે તમામ શાળાઓને તેમના પરિસરમાં પ્લાસ્ટિકના વાસણો માટે અલગ રૂમ બનાવવા અને સ્ટીલ અથવા કાચના વાસણોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 1 જૂનથી દિલ્હી સચિવાલયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ક્રમમાં શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની શાળાઓને પત્ર મોકલીને પ્લાસ્ટિકના વાસણોની જગ્યાએ સ્ટીલ અથવા કાચના વાસણોનો ઉપયોગ કરવા જણાવ્યુ છે અને પ્લાસ્ટિકના વાસણો અલગ કરી સ્ટોરેજ રૂમમાં રાખવા સૂચના આપી હતી.












Click it and Unblock the Notifications
