હવે CBSE માં વિદ્યાર્થીઓને ડેટિંગ અને રિલેશનશિપ વિશે ભણાવાશે
સેક્સ એજ્યુકેશનને લઈને સતત ચર્ચાઓ શરૂ રહી છે ત્યારે હવે સીબીએસઈએ ડેટિંગ અને રિલેશનશિપ જેવા વિષયો ભણાવવાનું નક્કી કર્યુ છે.
કિશોરાવસ્થા દરમિયાન પ્રેમ અને સંબંધો એક પડકાર છે. ક્રશ અને ઉભરતા રોમાંસ ઘણીવાર મૂંઝવણ અને ગૂંચવણો તરફ દોરી જાય છે. ભારત જેવા દેશમાં માતાપિતા સાથે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે.

આ પરિસ્થિતિમાં બાળકો વારંવાર ઇન્ટરનેટ અને તેમના મિત્રો તરફ વળે છે. જરૂરી નથી કે આમ કરવું હંમેશા યોગ્ય જ હોય. આ સ્થિતિમાં હવે શાળાઓ બાળકોની આ સમસ્યાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
ભારતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ તેના અભ્યાસક્રમમાં કેટલાક ચેપ્ટર એડ કર્યા છે, જે ડેટિંગ અને સંબંધો સાથે સંબંધિત છે. આ પ્રકરણો સંબંધોની જટિલતા પર છે.
આમાં ઘોસ્ટિંગ, કેટફિશિંગ અને સાયબર ધમકી જેવા લોકપ્રિય શબ્દોનો સમાવેશ છે. આ ઉપરાંત ક્રશ અને મિત્રતા જેવા વિષયો પણ સરળ વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યા છે.
એક યુઝર્સે કૅપ્શન સાથે X પર પુસ્તકના ચિત્રો શેર કર્યા છે. તેમા્ં લખ્યુ છે કે, આ દિવસોમાં ધોરણ 9 ના પાઠયપુસ્તકો. યુઝર્સ CBSE પહેલ માટે આશ્ચર્ય અને પ્રશંસા વ્યક્ત કરીને હકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઈન્ટરનેટ યુઝર્સ આ પગલાને આવકારી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યુ કે, મને પુસ્તક મોકલો. મારે આખું પ્રકરણ વાંચવું છે. અન્ય યુઝરે લખ્યુ કે, તે સમયે અમને છોકરાઓ સાથે દોસ્તી કરવાની પણ છૂટ નહોતી અને હવે જુઓ.
અન્ય એક યુઝરે કહ્યું કે, મને લાગે છે કે આ એક સારું પગલું છે. આ ઇન્ટરનેટ યુગ છે, બાળકો ઘણી બધી વસ્તુઓના સંપર્કમાં આવે છે. કિશોરોને પોતાને અને તેમના સાથીદારોને સમજવા શીખવવાથી તેમને લાંબા ગાળે ફાયદો થશે. કદાચ આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકીશું.












Click it and Unblock the Notifications
