હવે અહીં દેશનું નામ ઈન્ડિયા નહીં ભારત લખાશે, કમિટીએ મંજુરી આપી
ભારત અને ઈન્ડિયા નામને લઈને મોટી બબાલ બાદ હવે NCERT એ તેના પુસ્તકોમાં મોટો ફેરફાર કર્યો છે. NCERT ના પુસ્તકોમાં હવે ભારત નામ જ લખાશે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કેNCERT ની પેનલ દ્વારા પુસ્તકોના આગામી સેટમાં ઈન્ડિયાને બદલે ભારત સાથે છાપવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકાર્યો છે.

આ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર સીઆઈ આઈઝેકના જણાવ્યા અનુસાર, NCERT પુસ્તકોના આગામી સેટમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવામાં આવશે. આ દરખાસ્ત થોડા મહિના પહેલા રખાઈ હતી. હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, કેન્દ્રએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G20 ડિનરના આમંત્રણને પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે ભારતના રાષ્ટ્રપતિ તરીકે સંબોધિત કર્યું. જેના કારણે રાજકીય વિવાદ શરૂ થયો હતો. દેશના નામ સિવાય એનસીઈઆરટીમાં ફેરફારોને લઈને અન્ય ઘણા સૂચનો કરવામાં આવ્યા છે.
NCERT સમિતિએ પાઠ્યપુસ્તકોમાં હિંદુ રાજાઓના વિજયને વધુ મહત્વ આપવાની ભલામણ પણ કરી છે. તેમણે પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઇતિહાસનો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે.
સીઆઈ આઈઝેકે જણાવ્યું કે, સમિતિએ અભ્યાસક્રમમાં હિન્દુ પરાજય પર ઓછુ ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ સૂચન કર્યું હતું. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઇતિહાસનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી.
ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત નહીં કરાય. આ દર્શાવે છે કે ભારત એક જૂનું રાષ્ટ્ર છે અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ છે.












Click it and Unblock the Notifications
