હવે જનતા સામે ભાજપનો વિકલ્પ છેઃ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત દરમિયાન ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ હતુ.

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની યુવાનો સાથેની વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ કે અત્યાર સુધી લોકો મજબૂરીમાં ભાજપને મત આપતા હતા કારણ કે કોંગ્રેસ તેના કરતા પણ ખરાબ હતી પરંતુ હવે જનતા સમક્ષ 'આપ' વિકલ્પ છે.

arvind kejriwal

અરવિંદ કેજરીવાલે અમદાવાદના ટાઉનહૉલમાં યુવાનો સાથે બધાને રોજગાર આપવાનુ વચન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે જો આપની સરકાર બનશે તો 10 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે આજકાલ ગુજરાતના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ચાલી રહ્યો છે કે જો તમે કોંગ્રેસને વોટ કરશો તો સોનિયા ગાંધીનો પુત્ર પ્રગતિ કરશે. જો તમે ભાજપને મત આપો તો અમિત શાહનો પુત્ર પ્રગતિ કરશે અને જો તમે આમ આદમી પાર્ટીને મત આપો તો ગુજરાતનુ દરેક બાળક પ્રગતિ કરશે. તેમણે કહ્યુ કે ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપવામાં આવશે. દિલ્લીમાં તેમની સરકારે 12 લાખ બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી છે. ભગવંત માને 6 મહિનામાં 20 હજાર સરકારી નોકરીઓ કાઢી ચૂક્યા છે. જ્યાં સુધી રોજગાર નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગાર યુવાનોને દર મહિને 3 હજાર ભથ્થુ આપવામાં આવશે.

કેજરીવાલે વડોદરામાં તેમની સામે મોદી-મોદીના નારા લગાવવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે જે લોકો મોદી-મોદીના નારા લગાવે છે તેમને પણ તેઓ પોતાના માને છે. કેજરીવાલે કહ્યુ કે હું તાજેતરમાં જ ગુજરાત આવ્યો હતો. અમે એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ ભાજપના લોકોના કેટલાક નાના બાળકો ત્યાં આવી ગયા. મને જોઈને તેમણે મોદી-મોદી બૂમો પાડવાનુ શરૂ કર્યુ. આજે આ મંચ પરથી હું તે તમામ બાળકોને કહેવા માંગુ છુ કે હું તમને નારો બદલવા માટે નહિ કહુ. તમે તેમના નારા જ લગાવો પરંતુ જો અમારી સરકાર બનશે તો હું તમને રોજગાર ચોક્કસ આપીશ. હું તમને બેરોજગારી ભથ્થુ પણ આપીશ. જેમણે તેમના નારા લગાવ્યા તે પણ આપણા લોકો છે અને જેમણે આપના નારા લગાવ્યા છે તે પણ આપણા લોકો છે. આખુ ભારત આપણો દેશ છે, આખુ ગુજરાત આપણુ છે.

ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરે જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની સામે મોદી-મોદીના નારા લગાવ્યા હતા. દિલ્લીના સીએમ હાથ જોડીને હસતાં હસતાં આગળ વધ્યા. બાદમાં તેમણે કહ્યુ કે ગુજરાતમાં આ વખતે ભાજપને ઘણુ નુકસાન થવાનુ છે તેથી તેમની સામે સૂત્રોચ્ચાર કરાવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X