વિશ્વરૂપમ વિવાદ: સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધાર માટે મનીષ તિવારીનો સંકેત

તિવારીએ ટ્વિટ કર્યું છે કે 'હવે સમય આવી ગયો છે કે સિનેમેટોગ્રાફી એક્ટમાં સંશોધન કરવામાં આવશે રાજ્ય સરકાર સેંસર બોર્ડ તરફથી મળતા પ્રમાણપત્ર પર સવાલ ઉઠાવી શકે નહીં. જો આવું નહી કરવામાં આવ્યું તો દરેક રાજ્ય પાસે પોતાની સેંસરશિપ થઇ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ટમાં સંશોધન માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય એક સમિતિનું ગઠન કરવા જઇ રહી છે. સરકાર એવી એપીલેટ બોડીનું ગઠન કરવા માગે છે જ્યાં રાજ્ય સરકાર પણ અપીલ કરી શકે. આ સમાચાર તમિલનાડુના એડવોકેટ જનરલ એ. નવનીતા કૃષ્ણનનાએ નિવેદન બાદ આવ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડ અંતરિમ આદેશ જનહિતમાં ન્હોતો. સેંસર બોર્ડ ફિલ્મોને ક્લીયરેન્સ આપતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરે છે.
કૃષ્ણને જણાવ્યું કે પ્રશાસને નિર્ણય કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે કર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અમારી શરતોને માની લીધી છે. ડબલ બેન્ચના નિર્ણયને ફેરવી નાખ્યો અને સિંગલ બેન્ચનો નિર્ણય વ્યાપકરીતે જનહિતની વિરૂદ્ધમાં હતો.












Click it and Unblock the Notifications
