હવે બે પોલીસ સ્ટેશનની હદનો વિવાદ નહીં રહે

હવે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્ર સરકારે શોધી કાઢયો છે.
કેન્દ્ર સરકારે તમામ રાજયોને જણાવી દીધું છે કે કોઇપણ ક્રાઇમ અંગેની ફરિયાદ કે માહિતી મળે તો જયુરીસડિકશનના વાદ વિવાદમાં પડયા વગર ઝીરો એફઆઇઆર નોંધવામાં આવે. ક્રિમીનલ લોમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોનો અમલ શરૂ કરવાના આદેશો કેન્દ્રએ આપ્યા છે. કેન્દ્રએ રાજયોને એવી પણ ચેતવણી આપી છે કે, કોઇપણ એફઆઇઆર નોંધવાની કોઇ પોલીસ કર્મચારી ના પાડે તો તેને જેલની સજા કરવામાં આવે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજયોને જણાવ્યું છે કે તમામ પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ પોસ્ટમાં આ માટે જાગૃતિના કેમ્પ પણ યોજવામાં આવે. રાજયોને મોકલેલા નિર્દેશોમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે ઘણી વખત જયુરીસડિકશન (હદ) નક્કી કરવામાં કિંમતી સમય ચાલ્યો જતો હોય છે અને તેનાથી પીડિતને નુકસાન થતું હોય છે અને ગુનેગારને છટકી જવાની તક પણ મળી જતી હોય છે.
આ સુધારાઓ નવા ક્રિમીનલ લો (સુધારા) એકટ 2013માં સુચવવામાં આવ્યા છે. દિલ્હીમાં 23 વર્ષની યુવતી ઉપર થયેલા ગેંગરેપ બાદ આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે, તાજેતરમાં એવા અનેક કેસ જોવા મળ્યા છે જયાં પોલીસે એફઆઇઆર નોંધવાનો ઇન્કાર કર્યો હોય અથવા તો હદ નક્કી કરવાનો મામલો આગળ ધરીને એફઆઇઆર નોંધવાની ના પાડી હોય.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પોલીસને કોગ્નીઝેબલ ગુન્હાની માહિતી મળે કે તરત જ એફઆઇઆર નોંધવી જોઇએ અને એફઆઇઆર નોંધ્યા બાદ તપાસમાં એવુ જણાય કે આ મામલો અન્ય પોલીસ સ્ટેશનના જયુરીસડીકશનમાં આવે છે તો એફઆઇઆર તેણે જે તે પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવાની રહે છે. જો એફઆઇઆર નોંધતી વખતે પોલીસ સ્ટેશનને એવું જણાય કે આ ગુન્હો તેની હદમાં આવતો નથી તો જે તે પોલીસ સ્ટેશને ઝીરો એફઆઇઆર નોંધવાની રહેશે અને પછી એફઆઇઆર જે તે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવાની રહેશે.
જો માહિતી મળ્યા બાદ એફઆઇઆર નોંધવાનો કોઇપણ પોલીસ કર્મચારી ઇન્કાર કરે તો પોલીસ સામે 166 એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 6 મહિના સુધીની જેલની જોગવાઇ છે અને તે જેલવાસ બે વર્ષ સુધી લંબાવવાની પણ જોગવાઇ છે. દંડ સાથે જે તે પોલીસ કર્મચારીએ ખાતાકીય પગલાંનો પણ સામનો કરવો પડશે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
