For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં ભાજપ-કોંગ્રેસની નાવ ગુજરાતીઓના હાથમાં

|
Google Oneindia Gujarati News

amit madhusudan
નવી દિલ્હી, 17 જૂન : દેશમાં સામાન્ય ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. બીજેપી અને કોંગ્રેસ સહીતની પાર્ટીઓ મહત્વના મોર્ચાઓ પર પોતાના મજબૂત લડવૈયાઓને આગળ કરી રહ્યા છે. એ પાક્કુ છે કે દિલ્હીની ગાદીનો રસ્તો દેશમાં સૌથી વધારે લોકસભા બેઠકોવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી નીકળશે. બીજેપી અને કોંગ્રેસ બંનેની અસર રાજ્યમાં ઓછી થઇ ગઇ છે. બંને પાર્ટિયોએ યુપીનું મહત્વ સમજીને પોત-પોતાના ઉમદા ઇલેક્શન મેનેજરને અત્રે લગાવ્યા છે.

બીજેપી પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મહાસચિવ અમિત શાહને યુપીના પાર્ટી પ્રભારી બનાવી ચૂકી છે. હવે કોગ્રેસે પણ ગુજરાતના જ મોટા નેતા મધુસૂદન મિસ્ત્રીને યુપીના પ્રભારી બનાવ્યા છે. આની સાથે બંને ગુજરાતીઓના હાથમાં યુપીના લોકસભા ચૂંટણી કમાન સોંપાઇ છે જેના પગલે યુપીની લોકસભા ચૂંટણી રોમાંચક બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ લોકસભા ચૂંટણીમાં ગુજરાતના સાબરકાંઠાથી સાંસદ રહી ચૂકેલા મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસમાં ઝડપથી ઉભરી રહેલો ચહેરો છે, જે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે જ રાહુલ ગાંધી કે જે પાર્ટીના ઉપાધ્ય છે, તેમના પણ નજીકના માનવામાં આવે છે.

હાલની રાજકિય પરિસ્થિતિ એવું દર્શાવી રહી છે કે બીજેપી નરેન્દ્ર મોદી કે તેમના નામ પર કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. અને નરેન્દ્ર મોદીને પણ એ વાતનો ખ્યાલ છે કે દિલ્હીમાં પણ તાજપોસી માટે યુપીમાંથી વધારેમાં વધારે બેઠકો મેળવવી જરૂરી છે. તેમણે અમિત શાહને ગયા અઠવાડિયે યુપી મોકલીને ચૂંટણી તૈયારીઓનું પરિક્ષણ પર કરાવ્યું. મોદી માટે એવું કહેવાઇ રહ્યું છે કે તે વારાણસી અથવા લખનઉથી ચૂંટણી લડે, અને અમિત શાહ તેમના માટે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે.

બીજેપીના યુપી અભિયાનથી કોંગ્રેસ પણ સજાગ થઇ ગઇ છે. કોંગ્રેસે મોદી અને અમિત શાહને પડકાર આપવા માટે ચતૂર રાજનીતિ અપનાવીને ચૂંટણી રણનીતિકાર મધુસૂદન મિસ્ત્રીને યુપીના પ્રભારી બનાવ્યા છે. હાલમાં જ કોંગ્રેસને કર્ણાટકમાં શાનદાર જીત અપાવનાર મધુસૂદન મિસ્ત્રી વિશે કહેવાય છે કે કોંગ્રેસમાં તેમના જેવું સંઠનકર્તા કોઇ નથી.

યુપીની રાજનીતિમાં એ પણ એક સંયોગ છે કે બંને પક્ષોએ પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના નેતાઓના હાથથી રાજ્યનો પ્રભાર લઇને ગુજરાતના નેતાઓના હાથમાં સોંપ્યો છે. બીજેપીમાં આ પહેલા ઉત્તર પ્રદેશના પ્રભારી નરેન્દ્ર સિંહ તોમર હતા, જે ફિલહાલ મધ્યપ્રદેશમાં પાર્ટીના અધ્યક્ષ છે. કોંગ્રેસના પ્રભારી દિગ્વિજય સિંહ હતા જેમને હવે દક્ષિણના રાજ્યોનું પ્રભાર પદ સોંપી દેવાયું છે. કોંગ્રેસે આ જાહેરાત બાદ આવનાર ચૂંટણીને લઇને યુપીમાં બે ગુજરાતીઓના નેતૃત્વમાં ચૂંટણી યુદ્ધ વધુ રોમાંચક બની રહેશે.

English summary
Now Utter Pradesh's politics in Gujarati's hand. Amit Shah is Party-in-charge from BJP and Madhusudan mistry is Party-in-charge from Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X