For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOનુ નવુ કારનામુ, હવે લદ્દાખને બતાવ્યુ ચીનની સીમામાં

હવે WHOએ એક વાર ફરીથી એવી હરકત કરી છે જે ભારતને નારાજ કરનારી છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) જે પહેલેથી જ કોરોના વાયરસ મહામારી પર અસફળ થઈ ચૂક્યુ છે, હવે તેણે એક વાર ફરીથી આવી હરકત કરી છે જે ભારતને નારાજ કરનારી છે. ડબ્લ્યુએચઓના નક્શામાં હવે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. ડબ્લ્યુએચઓ પર પહેલેથી જ ચીનનો પક્ષ લેવાનો આરોપ લાગી રહ્યો છે અને હવે ઐ ઘટનાક્રમ બાદ ભારત તરફથી પણ તેનો વિરોધ કરવામાં આવશે. આ અંગેની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

who

WHOની વેબસાઈટ પર આવ્યો નવો નક્શો

ડબ્લ્યુએચઓએ પોતાની વેબસાઈટ પર જે નક્શો બતાવ્યો છે તેમાં સીમાઓને ખોટી પ્રદર્શિત કરવામાં આવી છે. લદ્દાખના અમુક ભાગો જેના પર ચીનનો કબ્જો છે એટલે કે અક્સાઈ ચીન, ડબ્લ્યુએચઓએ તેને ચીનની સીમા હેઠળ ગણાવી દીધુ છે. લદ્દાખને એક અલગ રંગથી પ્રદર્થિત કરવામાં આવ્યુ છે. માત્ર લદ્દાખ જ નહિ પરંતુ જમ્મુ કાશ્મીરને પણ અલગ રંગથી બતાવવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરના અમુક ભાગોને પીઓકેમાં બતાવવામાં આવ્યુ છે અને આને નક્શામાં વિવાદિત ભાગ તરીકે બતાવવામાં આવે છે. પરંતુ આ કદાચ પહેલો મોકો છે જ્યારે લદ્દાખને કોઈ વિવાદિત સીમા તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યુ છે.

નવો નક્શો ચોંકાવનારો

ચીનમાં ભારતના પુૂર્વ રાજદૂત તરીકે નિયુક્ત રહેલા ગૌતમ બંબાવાલેએ ઈકોનૉમિક ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યુ, 'ડબ્લ્યુએચઓએ ભારતનો જે નક્શો પ્રદર્શિત કર્યો છે તેમાં જમ્મુ કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે બતાવવામાં આવ્યુ છે અને આ પોતાનામાં યુએનના માનકોની વિરુદ્ધ છે.' તેમનુ કહેવુ છે કે ડબ્લ્યુએચઓનો નક્શો ઘણો ચોંકાવનારો, ખોટો અને આશ્ચર્યજનક છે. પાકિસ્તાને વર્ષ 1960માં પીઓકેનો અમુક ભાગ ચીનને વેચી દીધો હતો. ચીને લદ્દાખને લગભગ 37,000 સ્કવેર ફીટ ભાગ પર કબ્જો કરીને રાખ્યો છે. લદ્દાખની સીમા ચીનના શિનજિયાંગ પ્રાંત પાસે છે. આ મહિનાની શરૂઆતમાં ચીને અરુણાચલ પ્રદેશને પોતાની સીમામાં બતાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ કોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોતઆ પણ વાંચોઃ કોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોત

English summary
Now WHO's map shows parts of leh ladakh as chinese teritory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X