For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે, ઇન્ટરનેટ વગર જ એકસેસ કરી શકશો ફેસબુક અને ટ્વિટર...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: તમારા મોબાઇ ફોન દ્વારા હવે આપ ઇન્ટરનેટ કનેક્શન વગર જ ફેસબુક અને ટ્વિટર એકસેસ કરી શકશો. ગુડગાંવની એક કંપનીએ ખાસ પ્રકારની ટેકનીક વિકસાવી છે, જેના કારણે આ શક્ય બનશે.

ભારત સહિત દુનિયાભરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની ધૂમ મચેલી છે. ઇન્ટરનેટ કનેક્શનના મામલામાં ભારત હજી પણ ખૂબ જ પાછળ છે, અત્રે મોબાઇલ ઉપયોગ કરનારાઓની સંખ્યા વધારે છે. જાણકારી અનુસાર, ભારતમાં ઇન્ટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા લગભગ 200 મિલિયન છે. જ્યારે મોબાઇલ ફોન 900 મિલિયન લોકોની પાસે છે. એવામાં આ ખાસ ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.

અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, મોબાઇલ એપ્લિકેશન પૂરી પાડનાર કંપની 'U2opia' ગુડગાંવથી પોતાનું કામ શરૂ કર્યા બાદ હવે 30થી વધારે દેશોમાં ફેલાઇ ચૂકી છે. જે સિગ્નલિંગ ટેકનિકની મદદથી ઓફલાઇન પણ ઇન્ટરનેટ એક્સેસ કરી શકાશે, તેને 'USSD' કહેવામાં આવે છે. જે બેઝિક અને ફીચર બંને પ્રકારના ફોનમાં કામ કરે છે.

mobile
કંપનીએ વર્ષ 2010થી કામ કરવાનું ચાલું કરી દીધું છે. તેના એક વર્ષ બાદ જ કંપનીએ એરટેલ દ્વારા ઓફલાઇન ફેસબુક એક્સેસની સુવિધા ઉપલબ્ધ કરાવી. કંપનીના સીઇઓ સુમેશ મેનને જણાવ્યું કે આજે દરેકની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. એવામાં એક એવું પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું, જેનાથી લોકો વગર કોઇ ડેટા કનેક્શનથી પોતાના ફોન દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ શાનદાર પ્લેટફોર્મને 'Fonetwish' નામ આપવામાં આવ્યું છે.

કંપનીએ ઓફલાઇન એક્સેસ માટે ફેસબુક અને ટ્વિટરની સાથે પાર્ટનરશિપ પણ કરી લીધી છે. જોકે એવી આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં આ ટેકનોલોજી મોબાઇલ જગતમાં જરૂર ધૂમ મચાવશે.

English summary
now, you can use Facebook and tweeter without internet connection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X