For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટાવ્યા બાદ શોપિયામાં સ્થાનિક લોકોને મળ્યા NSA ડોભલ, સાથે લંચ કર્યું

આર્ટિકલ 370 હટાવ્યા બાદ શોપિયામાં સ્થાનિક લોકોને મળ્યા NSA ડોભલ, સાથે લંચ કર્યું

|
Google Oneindia Gujarati News

શોપિયાંઃ સોમવારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને તેને રાજ્યથી હટાવી લેવામાં આવ્યો. આ મોટા ઘટનાક્રમ બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ કાશ્મીર ઘાટી પહોંચ્યા અને બુધવારે તેમણે દક્ષિણ કાશ્મીરના સામાન્ય નાગરિકો સાથે મુલાકાત કરી. એનએસએ ડોભલે મંગળવારે કશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી અને અહીંથી ગૃહમંત્રી અમિત શાહને એક મહત્વનો મેસેજ મોકલ્યો.

nsa doval

શોપિયામાં લોકોને મળ્યા

સરકારી સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ એનએસએ ડોભલે બુધવારે શોપિયાનો પ્રવાસ કર્યો. અહીં તેમણે સ્થાનિક નાગરીકો અને સુરક્ષાદળો સાથે વાતચીત કરી અને સુરક્ષાની જાણકારી મેળવી. શોપિયા દક્ષિણ કાશ્મીરની એ જગ્યા છે જે વર્ષ 2016માં હિજબુલ મુજાહિદ્દીન આતંકી બુરહાન વાનીના મોત બાદથી જ આતંકીઓને ગઢ બનાવી દેવામાં આવ્યા છે. હાલ આ ક્ષેત્રમાં શાંતિ છે. એનએસએ ડોભલે લોકોની સાથે લંચ પણ કર્યું અને તેમને હાલના હાલાત પર વાત કરી ગૃહમંત્રી અમિત શહ પણ આગામી કેટલાક દિવસોમાં કાશ્મીર જઈ શકે છે અને ત્યાં ત્રણ દિવસ રોકાઈ શકે છે.

ગૃહમંત્રીને કાશ્મીરથી રિપોર્ટ મોકલ્યો

એનએસએ ડોભલે ગૃહમંત્રી શાહને કાશ્મીરથી રિપોર્ટ મોકલ્યો છે. ડોભલે શાહને જણાવ્યું કે કાશ્મીરી, સરકારના પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. સાથે જ તમામ નાગિક શાહના નિવેદનથી આશ્વસ્ત મહેસૂસ કરી રહ્યા છે. ડોભલે અમિત શાહને જણાવ્યું કે ઘાટીમાં સંપૂર્ણ રીતે શાંતિ છે અને સ્થિતિ સામાન્ય છે. સાથે જ કોઈપણ વિરોધ પ્રદર્શન નથી થઈ રહ્યા અને કોઈપણ પ્રકારની કોઈ ઘટના બની નથી. લોકો પોતાના ઘરેથી જરૂરી કામ માટે પણ બહાર નિકળી રહ્યા છે. ડોભલે ગૃહમંત્રીને એમ પણ જણાવ્યું કે સ્થાનિક નાગરિક સરકારના ફેસલાનું સમર્થન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સરકાર જે બદલાવ લાવવા જઈ રહી છે, તે બહુ જરુરી હતું. તેમણે કેન્દ્ર સરકારના નિવેદન અને એક્શન પર પૂરો ભરોસો છે.

English summary
nsa ajit doval met locals in shopia, sent report to shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X