ખેતરમાં મળી એસિડથી સળગાવેલી યુવતીની નગ્ન લાશ

By Rakesh Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    લખનઉ, 1 જૂનઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં નગ્ન અવસ્થામાં એક અજ્ઞાત યુવતિનો સળગાવેલો મૃતદેહ મળતા વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. નોંધનીય છેકે પડોસી જિલ્લા બદાયુંમાં તાજેતરમાં જ બે કિશોરીઓ સાથે સામુહિક દુષ્કર્મ અને તેમની હત્યાની ઘટના સામે આવતા દેશભરમાં રોષ વ્યાપ્યો છે. ઘટના બરેલીના બહેડી થાના ક્ષેત્રના એંઠાપુર ગામની છે, જ્યાં શનિવારે શેરડીના ખેતર પાસે અંદાજે 20-22 વર્ષની યુવતીનો સળગાવેલો મૃતદેહ મળ્યો છે.

    murder-600
    પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર યુવતીની ગળુ દબાવીને હત્યા કરવામાં આવ્યા બાદ ઓળખ છૂપાવવા માટે તેના ચહેરા અને શરીરને પેટ્રોલ તથા એસિડ નાંખીને સળગાવી દેવામાં આવ્યો. પોલીસ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાનો ઇન્કાર કરી રહી નથી. પોલીસ અધીક્ષક રામ સ્વરૂપે રવિવારે પત્રકારોને જણાવ્યું કે હાલ યુવતીની ઓળખ થઇ શકી નથી. એવું લાગી રહ્યું છેકે હત્યા અન્ય કોઇ સ્થળે કર્યા બાદ લાશને અહી ફેંકી દેવામાં આવી છે.

    પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તો લાશથી અંદાજે 50 મીટર દૂર દલપત સિંહના ખેતરમાં યુવતીની હેર ક્લીપ, ગુલાબી રંગનો રૂમાલ, એક કાતર અને તેના કૂર્તાનો અર્ધ સળગેલો ટૂકડો મળ્યો છે. લાશની પાસે જ બિયરની ખાલી બોટલ અને એક લીટર પેટ્રોલનું ખાલી કેન મળ્યું છે. અંદાજે 200 મીટર દુર જસાઇ નાગર ડેમવાળા રસ્તે એક ટોપી પણ પોલીસને મળી છે. પોલીસ ઘટના સાથે જોડાયેલા તમામ પહેલુંઓ પર તપાસ કરી રહી છે.

    English summary
    A nude and burnt dead body of 20 years old girl found in Bareilly, district of Uttar Pradesh.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more