Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nupur Sharma: નૂપુર શર્માને મળ્યુ બંદૂકનુ લાયસન્સ, દિલ્લી પોલીસે જણાવ્યુ કારણ

ભાજપના સસ્પેન્ડેડ પ્રવકતાને બંદૂકનુ લાયસન્સ આપવામાં આવ્યુ છે. દિલ્લી પોલીસે આ માટેના કારણો જણાવ્યા છે.

Nupur Sharma Gun License: ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવકતા નૂપુર શર્માને દિલ્લી પોલીસે હથિયારનુ લાયસન્સ આપ્યુ છે. પોલીસ તરફથી આ લાયસન્સ નૂપુર શર્માને આત્મરક્ષા માટે આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે નૂપુર શર્માને એક સમાચાર ચેનલ પર મોહમ્મદ પેગંબર પર સામે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ સતત જાનથી મારવાની ઘણી ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ દિલ્લી પોલીસે તેમને આ આર્મ લાયસન્સ આપ્યુ.

નૂપુર શર્માને મળતી હતી જાનથી મારી નાખવાની ધમકી

નૂપુર શર્માને મળતી હતી જાનથી મારી નાખવાની ધમકી

તમને જણાવી દઈએ કે જૂન 2022માં એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન નૂપુર શર્માએ કથિત રીતે મોહમ્મદ પેગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. નૂપુર શર્માની પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારત સહિત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો અને વિવિધ મુસ્લિમ સંગઠનોએ નેતાના નિવેદનની નિંદા કરી હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ આ નિવેદનનો ઔપચારિક વિરોધ કર્યો હતો. જે બાદ ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ નૂપુર શર્મા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી.

નૂપુર શર્માની ટિપ્પણી બાદ દેશમાં બની હતી હિંસક ઘટનાઓ

નૂપુર શર્માની ટિપ્પણી બાદ દેશમાં બની હતી હિંસક ઘટનાઓ

નૂપુર શર્માએ મોહમ્મદ પેગંબર પર કરેલી ટિપ્પણીના વિવાદને કારણે દેશમાં અનેક હિંસક ઘટનાઓ બની હતી, જેમાં રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માને સમર્થન આપવાના મુદ્દે એક દરજીની હત્યા કરવામાં આવી હતી. 28 જૂનના રોજ, 48 વર્ષીય કન્હૈયા લાલ(દરજી)ની દુકાનની અંદર તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ કન્હૈયા લાલના ઈસ્લામના કથિત અપમાનનો બદલો લેવા માટે તેમની હત્યા કરી હતી.

11 લોકો સામે થયો હતો કેસ

11 લોકો સામે થયો હતો કેસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ડિસેમ્બર, 2022માં કન્હૈયા લાલની ઘાતકી હત્યામાં બે પાકિસ્તાની નાગરિકો સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે IMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે, 'ઉદયપુરમાં માથુ કાપી નાખવા જેવી ઘટનાઓની નિંદા થવી જોઈએ. હું 'સર તન સે જુદા' જેવા નારા લગાવવાની વિરુદ્ધ છુ. હું તેની ખુલ્લેઆમ નિંદા કરુ છુ. આ નિવેદન હિંસા ભડકાવે છે. હું હિંસા વિરુદ્ધ છુ.'

'નૂપુર શર્મા આગામી લોકસભા ચૂંટણી લડે તો મને આશ્ચર્ય નહિ થાય'

'નૂપુર શર્મા આગામી લોકસભા ચૂંટણી લડે તો મને આશ્ચર્ય નહિ થાય'

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે, 'આ પહેલીવાર નથી જ્યારે નૂપુર શર્મા કોઈ ટેલીવિઝન ચેનલ પર દેખાઈ હોય. આ પહેલા પણ તેણે એક હિન્દી ન્યૂઝ ચેનલ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. હું તેમની સામે જે ધમકીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની વિરુદ્ધ છુ.' 11 જાન્યુઆરી, 2023ના રોજ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્માને લઈને નિવેદન આપ્યુ હતુ. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, 'ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા દિલ્લીથી આગામી લોકસભા ચૂંટણી લડે તો મને આશ્ચર્ય નહિ થાય.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X