For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાંંમારમાં ડિનર મુલાકાત દરમિયાન, ઓબામાએ મોદીને કહ્યું 'મેન ઇન એક્શન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે અહીં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે સંક્ષિપ્ત મુલાકાત કરી જે દરમિયાન બરાક ઓબામાએ તેમને કર્મઠ વ્યક્તિ (મેન ઓફ એક્શન) ગણાવ્યા.

મ્યાંમારની રાજધાનીમાં બંને નેતા એક ભવ્ય રાત્રિભોજન દરમિયાન મળ્યા. બરાક ઓબામાની સાથે નરેન્દ્ર મોદીની આ બીજી મુલાકાત છે. આ પહેલાં બંને નેતા વ્હાઇટ હાઉસમાં સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં મળ્યા હતા જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીની મેજબાની કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને રાત્રિભોજન ટ્વિટ કર્યું, ''રાષ્ટ્રપતિ ઓબામાએ રાત્રિભોજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું, અને કહ્યું કે તમે 'મેન ઓફ એક્શન' છો.''

modi-obama

આ રાત્રિભોજનું આયોજન મ્યાંમારના રાષ્ટ્રપતિ થીન સીન દ્વારા આસિયાન અને પૂર્વી એશિયાઇ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવેલ વિશ્વના નેતાઓ માટે કરવામાં આવ્યું હતું.

વ્હાઇટ હાઉસમાં 29 સપ્ટેમ્બરના રોજ શિખર સ્તરની વાર્તાની પૂર્વ સંધ્યા પર બરાક ઓબામાએ નરેન્દ્ર મોદી માટે અંગત રાત્રિભોજનું આયોજન કર્યું હતું. તે સમયે બરાક ઓબામાએ નરેન્દ્ર મોદી અભિવાદન ગુજરાતી ભાષામાં કર્યું હતું અને તેમને કહ્યું હતું કે 'કેમ છો?'

English summary
At a brief interaction here on Wednesday night, U.S. President Barack Obama called Prime Minister Narendra Modi a “man of action.”
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X