Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

અનામત નાબૂદ કરોઃ શંકરાચાર્ય

અનામત નાબૂદ કરોઃ શંકરાચાર્ય

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રતિનિધિ સ્વામી સદાનંદ સરસ્વતીએ પાટીદારોને પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે અનામતના કારણે યુવાનોને નુકસાન થઇ રહ્યું છે. સરકારે જાતિના આધારે અનામત આપવાના કારણે અંદરોઅંદર રાગ-દ્વેષની ભાવના ઉભી થઇ છે.

પહેલા નોરતે જ વરસાદ પડ્યો

પહેલા નોરતે જ વરસાદ પડ્યો

નવરાત્રીના પહલે દિવસે જ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી. રાત્રે 11 વાગ્યે તોફાની પવન સાથે વરસાદ ખાબકતાં ગરબાના કંદમાં ભંદ પડ્યો હતો. વરસાદને કારણે ખેલૈયાઓ ઉદાસ થઈ ગયા હતા જ્યારે રાસ ગરબાના આયોજકોની પણ હાલત કફોડી બની હતી.

બૉલીવુડમાં બેનના કારણે પાકિસ્તાની કલાકારો થઇ શકે છે પાયમાલ

બૉલીવુડમાં બેનના કારણે પાકિસ્તાની કલાકારો થઇ શકે છે પાયમાલ

પાકિસ્તાની કલાકારોને બૉલીવુડમાં પ્રતિબંધિત કરાઇ રહ્યા છે. ફવાદ અને અલી ઝફર જેવા કલાકારોને પાકિસ્તાનમાં એક ફિલ્મ માટે 25 લાખ મળે છે. જ્યારે બૉલીવુડમાં તેમને એક ફિલ્મ માટે દોઢ કરોડ રૂપિયા મળે છે. સ્ટેજ શો વગેરે મળતા બંધ થઇ જશે જેથી 75 ટકા આવકનો ઘટાડો થશે.

સેનાના ડરથી પીઓકેમાંથી 300 આતંકીઓ નાસી છૂટ્યા

સેનાના ડરથી પીઓકેમાંથી 300 આતંકીઓ નાસી છૂટ્યા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય આર્મીએ 50 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. જે બાદ પીઓકેમાંથી અંદાજે 300 આતંકીઓ કેમ્પો છોડી નાસી છૂટ્યા છે. ભારતના સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં આ કેમ્પોમાં 500થી વધુ આતંકીઓ હતા.

પાકિસ્તાન સાથેની સીમા પર ટેન્કો તૈનાત

પાકિસ્તાન સાથેની સીમા પર ટેન્કો તૈનાત

પીઓકેમાં ભારતે કરેલા સફળ સર્જિકલ સ્ટ્રાઇક બાદ પરિસ્થિતિ વણસી શકે છે. ત્યારે અખનુર સેક્ટરના વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના પ્લાંવાલામાં બજાર ખાલી કરી દેવાયું. 42 ગામો ખાલી કરાવી સીમા પર ટેન્કો ગોઠવી દેવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીજયંતિ નિમિત્તે હાઇકોર્ટે વકીલોની પદયાત્રા

ગાંધીજયંતિ નિમિત્તે હાઇકોર્ટે વકીલોની પદયાત્રા

આજે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે. ગાંધી આશ્રમથી શરૂ થયેલી આ પદયાત્રા હાઇકોર્ટ સુધી પહોંચી હતી. જે બાદ હાઇકોર્ટ ઓડિટોરિયમમાં પરિસંવાદ યોજાયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X