ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારતની રશિયાને ચેતવણી, પાકિસ્તાન સાથે સંબંધ સારા નહીં

ભારતની રશિયાને ચેતવણી, પાકિસ્તાન સાથે સંબંધ સારા નહીં

રશિયા દ્વારા પાકિસ્તાન સાથે જોઇન્ટ મિલિટરી એક્સર્સાઇઝ કરવામાં આવી રહી છે. ભારતે આ જોઇન્ટ એક્સર્સાઇઝ પર વાંધો ઉઠાવ્યો છે. કહ્યું કે આતંકવાદને પ્રાયોજિત કરનાર દેશ સાથે સંયુક્ત અભ્યાસથી સમસ્યાઓમાં વધારો થશે.

જયલલિતાની તબિયત પર સસ્પેન્સ

જયલલિતાની તબિયત પર સસ્પેન્સ

ગત રાત્રે તામિલનાડુના રાજ્યપાલે મુખ્યમંત્રીના તમામ વિભાગ નાણાં મંત્રી ઓ.પનીરસેલ્વમને સોંપી દીધા. રાજભવનથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ખાતાં સોપતાં પહેલાં જયલલિતાની સલાહ લેવાઇ હતી. જ્યાં સુધી તેઓની તબિયત સારી નહીં થાય ત્યાં સુધી જયલિલાતા કામકાજ નહીં સંભાળે.

પાકિસ્તાની હેકર્સે ભારતીય વિદ્યાશાખાઓની વેબસાઇટ્સ હેક કરી

પાકિસ્તાની હેકર્સે ભારતીય વિદ્યાશાખાઓની વેબસાઇટ્સ હેક કરી

શંકાસ્પદ પાકિસ્તાની હેકર્સે મુંબઇ અને ગાંધીનગરની એક કોલેજની વેબસાઇટ્સ હેક કરી. જીએસએલની વેબસાઇટ પર મેસેજ મૂક્યો કે'તમામ ભારતીય માટે સર્જિકલ સ્ટ્રાઇક, હાહાહા...' ગાંધઈનગરની એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી એન્ડ રિસર્ચની વેબસાઇટ પર પાકિસ્તાની ધ્વજ મુક્યો હતો.

આતંકવાદીઓને પાળનારાઓને છોડીશું નહીંઃ મોદી

આતંકવાદીઓને પાળનારાઓને છોડીશું નહીંઃ મોદી

સર્જિકલ સ્ટ્રાઇકના 10 દિવસ બાદ પીએમ મોદીએ જાહેર સભાને સંબોધી હતી. કહ્યું કે, આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે. તેને કોઇ સરહદ કે રાષ્ટ્રીયતા નથી હોતી, તે માત્ર વિનાશ સર્જે છે. કહ્યું કે આતંકવાદને આશ્રય, સમર્થન તથા પરવાનગી આપનારાને માફ કે સહન કરી શકાય નહીં.

હવે સંઘની વિચારણસરણી પણ બદલાવીશુંઃ લાલુ

હવે સંઘની વિચારણસરણી પણ બદલાવીશુંઃ લાલુ

આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે સંઘને હાફમાંથી ફૂલ પેન્ટમાં લાવ્યા. કહ્યું કે આગળ જતાં પેન્ટની જેમ સંઘનું માઇન્ડ પણ ફુલ કરાવી દઇશું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડ્રેસકોડમાં બદલાવ કરવામાં આવ્યો છે.

રાહુલને કોંગ્રેસમાંથી હાંકી કાઢોઃ કોંગી નેતા

રાહુલને કોંગ્રેસમાંથી હાંકી કાઢોઃ કોંગી નેતા

સર્જિકલ સ્ટ્રાઇકને લોહીની દલાલી કહેનારા રાહુલ ગાંધી ભારે વિવાદમાં ફસાયો. તેના નિવેદનની ભાજપ દ્વારા જ નહીં પરંતુ કોંગ્રેસના નેતા દ્વારા પણ ટીકા થઇ રહી છે. વોટ્સએપ પર મધ્ય પ્રદેશના બરવાની જિલ્લાના કોંગ્રેસી નેતાનો વીડિયો વાઈરલ બન્યો છે. કોંગ્રેસી નેતા શૈલેશ ચૌબેએ રાહુલની હકાલપટ્ટી કરવાની વાત કરી છે.

આતંકીઓને જીવતા જ દફનાવી દઇશુંઃ સેના

આતંકીઓને જીવતા જ દફનાવી દઇશુંઃ સેના

પંપોરની સરકારી બિલ્ડિંગમાં આતંકીઓએ હુમલો કરી દીધો હતો. અથડામણ ચાલુ છે અને આતંકીઓ હજુ આ બિલ્ડિંગમાં જ છુપાયેલા છે. ત્યારે સેના બિલ્ડિંગને તોડી આતંકવાદીઓને જીવતા જ દફનાવી દેવાની તૈયારીમાં છે.

English summary
October 12 read today's top national news pics
Please Wait while comments are loading...