ભાજપના નેતા સુધીન્દ્ર પર નંખાઇ કાળી શાહી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભાજપના નેતા સુધીન્દ્ર પર નંખાઇ કાળી શાહી

ભાજપના નેતા સુધીન્દ્ર પર નંખાઇ કાળી શાહી

ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીન્દ્ર કુલકર્ણી પર આજે સવારે લગભગ 9 કલાકે કાળી શાહી ફેંકવામાં આવી છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે તેઓ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે શિવસૈનિકોએ તેમના પર કાળી શાહી ફેંકી હતી. શાહી ફેંકવા પાછળનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છેકે તેઓ આજે સાંજે લગભગ 5 કલાકે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીના પુસ્તકનું વિમોચન કરવાના હતા. જો કે આ ઘટના બાદ લગભગ 11 કલાકની આસપાસ ખુર્શીદ મહમૂદ કસુરીના પુસ્તકનું વિમોચન કરી દેવામાં આવ્યું.

સુધીન્દ્ર સાથેની ઘટનાથી કસુરી દુખી થયા

સુધીન્દ્ર સાથેની ઘટનાથી કસુરી દુખી થયા

ખુર્શીદ મહમૂદ કસુરી, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે જેમના કારણે ભાજપના ભૂતપૂર્વ નેતા અને ORFના નિર્દેશક સુધીન્દ્ર કુલકર્ણીએ શિવસેનાની અજીબો ગરીબ વર્તણુંકનો સામનો કરવો પડ્યો. કુલકર્ણીએ મુંબઇમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીના પુસ્તક "નાઇધર ધ હૉક નૉર અ ડવ"ને લોન્ચ કરવા માટે આમંત્રિત કર્યા હતા. કસુરીએ મુંબઇમાં પુસ્તકને લોન્ચ કરતી વખતે સુધીન્દ્ર કુલકર્ણી સાથે ઘટેલી આ ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું હતુ.

વન ડે સિરીઝમાંથી અશ્વીન બહાર, ભજ્જી અંદર

વન ડે સિરીઝમાંથી અશ્વીન બહાર, ભજ્જી અંદર

ભારતની કમનસીબી જાણે કે તેનો હાથ ના છોડી રહી હોય તેમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે પણ ભારત હારી ગયુ. ત્યારે ટીમને એક બીજો તગડો ઝટકો લાગ્યો છે. જી હા, ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર આર.અશ્વિન તેમની હેલ્થને લઇને ટીમની બહાર થઇ ગયા છે. જ્યારે તેમના સ્થાને ટીમમાં હવે ટીમના સિનિયર ખેલાડી હરભજન સિંહને સ્થાન મળ્યું છે.

દક્ષિણ આફ્રિકા સામેની હાર માટે વિનીત કુલકર્ણી જવાબદાર

દક્ષિણ આફ્રિકા સામેની હાર માટે વિનીત કુલકર્ણી જવાબદાર

પોતાના જ ઘરમાં ભારતની હાર કોઇ પણ ભારતીયને નથી પચી રહી. ભારતની હાર માટે એમ્પાયર વિનીત કુલકર્ણી પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. જી હા, વિનિતના ખોટા નિર્ણયે ભારતને હરાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. જેને લઇને વિનિતનો સોશ્યિલ મિડીયા પર ઘણો વિરોધ થઇ રહ્યો છે. લોકોની આ ગુસ્સાની લાગણી વિનિતે શિખર ધવનને આઉટ ડિક્લેર કર્યો ત્યારબાદ ફુટી છે.

લોકો નિષ્ફળતાને યાદ રાખે છે: ધોની

લોકો નિષ્ફળતાને યાદ રાખે છે: ધોની

કાનપુર વનડેમાં હાર બાદ કેપ્ટન ધોનીએ મિડીયા સમક્ષ નિવેદન આપ્યું છે જેનાથી તેમનું દુખ સાફ સાફ જાહેર થઇ રહ્યું છે. ધોનીએ હાર માટે જવાબદારી સ્વીકારી છે. અને કહ્યું છેકે લોકો માત્ર નિષ્ફળતાને જ યાદ રાખે છે. જણાવી દઇએ કે કાનપુર વનડેમાં ભારતની માત્ર પાંચ રનથી હાર થઇ છે. જેના કારણે ક્રિકેટ ચાહકો ઘણાં નારાજ છે.

માં ચૂંટણી ના હારે માટે પુત્રએ કરી આત્મહત્યા

માં ચૂંટણી ના હારે માટે પુત્રએ કરી આત્મહત્યા

ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે. દરેક ઉમેદવાર જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યો છે. ત્યારે સીતાપુરમાં એક મહિલાના પુત્રએ પોતાનો જીવ એટલા માટે આપી દીધો કે તેની માં ક્યાંક ચૂંટણી હારી ના જાય. જી હા માંની હારની આશંકાને લઇને 27 વર્ષીય પુત્રએ ઝેર ખાઇને પોતાનો જીવ આપી દીધો.

ઇન્ફોસીસના વાઇસ પ્રેસીડેન્ટે આપ્યુ રાજીનામુ

ઇન્ફોસીસના વાઇસ પ્રેસીડેન્ટે આપ્યુ રાજીનામુ

દેશની લિડીંગ આઈટી ફર્મ ઇન્ફોસીસના વાઇસ પ્રેસીડેન્ટ અને ચીફ ફીનાન્સ ઓફિસર, CFO રાજીવ બંસલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે બંસલના સ્થાને એમડી રંગનાથ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ અને CFOની જવાબદારી સંભાળશે.

યુપીની જેલોમાં સૌથી વધુ સાક્ષર કેદી

યુપીની જેલોમાં સૌથી વધુ સાક્ષર કેદી

ઉત્તરપ્રદેશ આમ તો ગુનાખોરી માટે જાણીતુ છે. પરંતુ યુપીની જેલોમાં બંધ ગુનેગારો અંગેની એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જી હા યુપીની જેલોમાં બંધ ગુનેગારોની સાક્ષરતાના આંકડા ઘણાં આશ્ચર્ય ચકિત કરે તેવા છે. ઉત્તરપ્રદેશની જેલોમાં દેશભરની જેલોમાં બંધ કેદીઓની તુલનામાં સૌથી વધુ ભણેલા ગણેલા કેદીઓ છે. યુપીની જેલમાં બંધ કેદી મોટી સંખ્યામાં સ્નાતક અને તેનાથી વધુ ભણેલા છે.

પિતાની અય્યાશીના કારણે પુત્રએ કરી પિતાની હત્યા

પિતાની અય્યાશીના કારણે પુત્રએ કરી પિતાની હત્યા

યુપીના મુરાદાબાદ વિસ્તારમાં ફરી એક વખત બાપ દિકરાના સંબંધોને તાર તાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધ પિતાના કાતિલ પુત્રએ પોલીસ પુછપરછમાં પોતાનો ગુનો કબુલી લીધો છે. વૃદ્ધના પુત્ર મોહિતે પોલીસને જણાવ્યું હતુ કે તેના પિતા 18 વીઘા જમીન વેચીને તે રૂપિયાને વેડફી રહ્યાં હતા અને અનેક મહિલાઓ સાથે આડાસંબંધો પણ હતા, જેથી કંટાળીને તેણે તેના પિતાની હત્યા કરી નાખી.

બિહારમાં પ્રથમ ચરણનું મતદાન

બિહારમાં પ્રથમ ચરણનું મતદાન

બિહારમાં પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 49 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કુલ 1.35 કરોડ મતદાતા 583 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. જો કે બપોરે બે વાગ્યા સુધીમાં 46 ટકા જેટલુ મતદાન થયુ છે. વોટ આપ્યા બાદ મતદારોએ આગામી સરકાર પાસેથી વિકાસની લાગણી વ્યક્ત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X