ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારતીય સેનામાં સામેલ થશે નવી બ્રહ્મોસ મિસાઇલ
રશિયા સાથે મળીને ભારત ન્યુ-જનરેશન બ્રહ્મોસ મિસાઈલ બનાવવાનો છે. આ મિસાઈલની રેન્જ 600 કિલોમીટરથી પણ વધારે હશે, જેમાં આખું પાકિસ્તાન આવરી લઇ શકાશે. આ મિસાઈલથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ક્ષમતા વધી જશે અને તે ટાર્ગેટ પર અચૂક નિશાન લગાવી શકશે.

જમ્મુ-કાશ્મીરની આતંકવાદી છાવણીઓમાં મળ્યા ચીની ધ્વજ
જમ્મુ કાશ્મીરના જૂના બારામુલ્લામાં આતંકવાદી કેમ્પ્સ પર રેડ પાડી, 44 શંકાસ્પદોની ધરપકડ કરી છે. સુરક્ષા દળોને અહીંથી બોમ્બ સહિતની વિસ્ફોટક સામગ્રી, ચીન અને પાકિસ્તાનના ધ્વજ તથા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લેટરહેડ પેડ મળ્યાં છે. કાશ્મીરમાં પહેલીવાર કોઈ આતંકવાદી છાવણીઓમાંથી ચીનના ધ્વજ મળી આવ્યા છે.

દેશભરના 53,000 પેટ્રોલ પંપ પર બ્લેક આઉટ, 15 મિનિટ માટે પેટ્રોલનું વેચાણ બંધ
19 ઓક્ટોબરથી દેશભરના 53,000 પેટ્રોલ પંપો હડતાળ પર ઉતરશે. પેટ્રોલ પંર પર સાંજે 7થી 7.15 દરમિયાન પેટ્રોલનું વેચાણ બંધ રહેશે. આ પછી 26 ઓક્ટોબરે, 3 નવેમ્બરે અને અંતિમ ચરણમાં 15 મિનિટ વેચાણ બંધ કરાશે. 15 નવેમ્બરે સમગ્ર દિવસ દરમિયાન પેટ્રોલ પંપ પર કામકાજ બંધ રહેશે.

ડિગ્રી વિવાદમાં સ્મૃતિ ઇરાનીને રાહત મળી
પટિયાલા હાઉસ કોર્ટે શૈક્ષણિક યોગ્યતા વિશે ખોટી જાણકારી માટે સ્મૃતિ ઇરાની સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરી દીધી. આ ફરિયાદને કારણે તેમને ચૂંટણી કમિશનને આપેલા સોગંદનામા પર અનેક વખત સવાલો ઉઠ્યા હતા. કોર્ટે ફરિયાદીના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
