ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભાજપમાં જોડાઇ ગયા રીટા બહુગુણા જોશી
કોંગ્રેસના કદાવર નેતા રીટા બહુગુણા જોશી ભાજપમાં સામેલ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ બહુ મોટો સેટબેક ગણાશે. ગુરુવારે બપોરે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ઓપચારીક રીતે ભાજપમાં સામેલ થઇ ગયા છે.

ધર્મ અને રાજકારણને અલગ રાખો : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે ધર્મ અને રાજનીતિને મિક્સ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, ધર્મના નામ પર વોટ માંગી શકાય નહીં ચૂંટણી લડવા માટે ધર્મનો ઉપયોગ ન થવો જોઈએ. ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કહ્યું, આ મામલે સંસદે છેલ્લા 20 વર્ષમાં કંઈ નથી કર્યું.

ગુજરાત સહિત દેશનાં 15 વિદ્વાનો ચીન જશે
અમદાવાદ સ્થિત એલ.ડી.ઇન્ડોલોજીના ડાયરેક્ટર જિતેન્દ્ર શાહ સહિત દેશભરમાંથી 15 વિદ્વાનો ચીન ખાતેના શેનઝેન ખાતે જશે. અહીં 11થી 13 નવેમ્બર, 2016ના રોજ બીજી ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઑફ ઇન્ડોલોજિસ્ટ'માં ભાગ લેવાના છે. જ્યાં તેઓ બૌદ્ધ ધર્મગ્રંથોમાં જૈન ધર્મ વિશેની ચર્ચાઓ અંગે શોધ-નિબંધ પણ રજૂ કરશે.

વરૂણ ગાંધી પણ હની ટ્રેપમાં ફસાયા હતા
અમેરિકા સ્થિતિ સી એડમોન્જ્સ એલને વડાપ્રધાન કાર્યાલયને લેખિતમાં જાણ કરી છે કે ભાજપના સાંસદ વરૂણ ગાધીને હની ટ્રેપમાં ફસાવીને સોદો આર્મ ડીલર અભિષેક વર્માએ સોદો કર્યો હતો. 16 સપ્ટેમ્બરના પત્રમાં એમ પણ લખ્યું છે કે હની ટ્રેપમાં ફસાયા બાદ વરૂણને આર્મ ડીલરે બ્લેકમેઇલ કર્યા હતા.

જયલલિતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાયો
તબિયત લથડતાં તમિલનાડૂના સીએમ જયલલિતાને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યાં હતાં. AIADMK દ્વારા જાહેર કરેલા નિવેદન મુજબ જયલલિતાનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તેઓ ટૂંક સમયમાં ઘરે પરત ફરશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
