ભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

sushil

પાક ફાયરિંગમાં શહીદ બીએસએફ જવાન સુશીલની અંતિમ વિદાય

સીમા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં શહીદ થયેલ બીએસએફ જવાન સુશીલકુમારને મંગળવારે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મૂ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘન દરમિયાન સુશીલકુમાર ગંભીર રુપે ઘાયલ થયા હતા બાદમાં સારવાર દરમિયાન તેમનુ મોત થઇ ગયુ હતુ. મંગળવારે તેમનો મૃતદેહ જ્યારે તેમના પૈતૃક ગામ હરિયાણા પહોંચ્યો ત્યારે ચારેતરફ શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. સુશીલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા શહીદ સુશીલને સશસ્ત્ર સલામી આપવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શહીદ સુશીલ કુમારના પરિજનોને 50 લાખ રુપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી છે.

ambulance

હૉસ્પિટલે છ કલાક સુધી એમ્બ્યુલંસ ન આપતા એએમયુના પ્રોફેસરનું મોત

અલીગઢની જેએમ મેડીકલ કૉલેજમાં મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મેડીકલ કૉલેજમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસરને પેટમાં દુખાવાની ફરિયાદ થતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.પ્રો. રો.ડી. મૂર્તિ ની તબિયત બગડતા તેમને દિલ્હી માટે રીફર કરવામાં આવ્યા હતા. દિલ્હી લાવવા માટે એમ્બ્યુલંસની વાત પર કોઇએ ધ્યાન આપ્યુ નહિ. એમ્બ્યુઅલંસ માટે પૂછવા પર ડૉક્ટર અને સ્ટાફ એકબીજાનુ નામ લઇને ટાળતા રહ્યા. આ તરફ છ કલાક સુધી રિબાયા બાદ પ્રોફેસરનું મોત થઇ ગયુ. મૉડર્ન ઇંડિયન લેંગ્વેજના ચેરમેન મૂર્તિના મોત પર મેડીકલ કૉલેજે પોતાના હાથ ઉચા કરી લીધા છે. તો આ તરફ પરિવારજનો આ મોત માટે હોસ્પિટલની બેદરકારીને કારણભૂત ગણાવે છે.

parikar

ક્વેટા આતંકી હુમલા અંગે પરિકરે કહ્યુ, આતંકને પાળનારા પણ તેનો શિકાર બને છે

બલૂચિસ્તાનના ક્વેટામાં થયેલા આતંકવાદી હુમલા અંગે બોલતા સંરક્ષણમંત્રી મનોહર પરિકરે કહ્યું કે આ હુમલામાં થયેલ જાનહાનિ પ્રત્યે હું ખેદ વ્યક્ત કરુ છુ. અમે કોઇ પણ પ્રકારની હિંસામાં વિશ્વાસ નથી રાખતા. કોઇ પણ દેશે એવા કોઇ વ્યક્તિનું સમર્થન ન કરવુ જોઇએ જે આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ હોય. ઘણી વાર આતંકવાદી ગતિવિધિઓને છાવરતા લોકો પણ તેનો શિકાર બની જાય છે. પરિકરે ક્વેટામાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી અને કહ્યુ કે આતંકવાદ ક્યાય પણ અને કોઇ પણ રુપમાં સ્વીકાર ન કરી શકાય. સીઝફાયરના ઉલ્લંઘન અંગે મનોહર પરિકરે જણાવ્યુ કે સેના દ્વાર કરાઇ રહેલી જવાબી કાર્યવાહી એકદમ યોગ્ય છે. તે ગયા મહિને સીમા પારથી કરાયેલ સીઝફાયર ઉલ્લંઘન બાદની પ્રતિક્રિયા છે.

delhi dhamaka

દિલ્હીના નવા બજારમાં ધમાકાથી એક્નુ મોત, લોકોમાં ગભરાટ

જૂની દિલ્હીના નવા બજાર વિસ્તારમાં મંગળવારે સવારે અચાનક ધમાકો થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આ દરમિયાન એંટી ટેરર વિંગ અને સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. જો કે આ ધમાકાનું કારણ જાણવા મળ્યુ નથી. એવા સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિ ફટાકડા લ ઇને જઇ રહ્યો હતો અને અચાનક તેમાં ધમાકો થયો હતો. અચાનક થયેલા ધમાકાથી પ્રશાસન સતર્ક થઇ ગયુ છે અને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એંટી ટેરર વિંગ અને સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે મોકલી દીધી છે.

akhilesh

મોડી રાત્રે મુલાયમને મળ્યા અખિલેશ-શિવપાલ, એક્બીજાના ગળે મળ્યા

સોમવારે આખો દિવસ સમાજવાદી પાર્ટીમા ઘમાસાણ મચ્યા બાદ સપા સુપ્રીમો મુલાયમસિંહે મોડી રાત્રે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને શિવપાલ યાદવને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં મુલાયમસિંહે બંનેને કહ્યું કે આંતરિક મતભેદ ભૂલી જાઓ અને પક્ષને વિધાનસભા ચૂંટણી જીતાડવાની તૈયારી કરો. સૂત્રો અનુસાર અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ મુખ્યમંત્રી નિવાસમાં આશરે 45 મિનિટ સુધી રોકાયા હતા, ત્યારબાદ સાંજે બંને એકસાથે કારમાં મુલાયમસિંહને મળવા નીકળ્યા હતા. તેઓ ત્યાં એક કલાક સુધી રહ્યા હતા. એ પણ જણાવવામાં આવી રહ્યુ છે કે સપા સુપ્રીમો મુલાયમસિંહે બંનેને ગળે મળાવ્યા હતા અને સાથે કામ કરવાનુ વચન લીધુ હતુ. આ પહેલા સોમવારે પક્ષ કાર્યાલયમાં થયેલી બેઠક દરમિયાન અખિલેશ યાદવે પોતાના કાકા શિવપાલ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ-પ્રત્યારોપ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજીનામા આપ્યુ હતુ, પરંતુ મુલાયમસિંહે તેને નામંજૂર કરી દીધુ હતુ.

English summary
october 25 read todays top national news pics
Please Wait while comments are loading...