For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમય

દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. 21 વિભાગ સવારે 9.30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરશે. જ્યારે અમુક વિભાગ સવારે 10.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કામ કરશે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક બેઠક બોલીવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં વર્લ્ડ રિસોર્સીઝ ઈન્સ્ટીટ્યુટના મુખ્ય કાર્યકારી અધિકારી ઓપી અગ્રવાલને પણ આમંત્રિત કર્યા હતા.

arvind kejriwal

તેમણે વાહન વ્યવહારને સુગમ કરવા તથા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારી ઓફિસોના કામકાજના સમયને અલગ અલગ પાળીઓમાં બદલવાના વિષયમાં સૂચન કર્યા. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજધાનીમાં મોટર વાહન રસ્તાઓ પર એકસાથે ના થાય એ સુનિશ્ચિત કરવા માટે જ સરકારે સરકારી કાર્યાલયોને શરૂ અને બંધ થવાના સમયને બદલવાનો નિર્ણય લીધો છે. ઑડ-ઈવન યોજના દરમિયાન ઓફિસોના કલાકોને અલગ અલગ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે એક સવાલના જવાબમાં કહ્યુ કે હજુ અમે ખાનગી સેક્ટરના ટાઈમિંગ વિશે કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ જો આગળ ક્યારેય ઑડ-ઈવન લાગુ કરીશુ તો ખાનગીને પણ સાથે લેવાની કોશિશ કરીશુ.

અરવિંદ કેજરીવાલે પરાલી બાળવા તરફ ઈશારો કરીને કહ્યુ કે છેલ્લા એક મહિનામાં તો આ જ કામ થયુ છે. તેમણે કહ્યુ કે દિલ્લીના લોકોના આરોગ્ય માટે બહુ ચિંતિત છુ. અમે લોકો પૂરી કોશિશ કરી રહ્યા છે. ઘણા સ્ટેપ્સ ઉઠાવ્યા છે. પરંતુ દિલ્લીની જનતાને વિપક્ષી પાર્ટીઓ ગાળો દઈ રહી છે તે યોગ્ય નથી. વિપક્ષી પાર્ટીઓ સ્મોગ અને પ્રદૂષણ માટે દિલ્લીની જનતા પર આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યુ કે હું હરિયાણા સરકારને પૂછવા માંગુ છુ કે તમે અમને જણાવો કે તમે ક્યાં સુધીમા પરાલી બાળવાનુ બંધ કરાવશો. ખટ્ટર સરકાર અને પંજાબની કેપ્ટન સરકારે જણાવવુ પડશે.

આ પણ વાંચોઃ કમલેશ તિવારી હત્યાકાંડઃ હત્યારાને પિસ્તોલ આપનાર યુસૂફ ખાન કાનપુરથી પકડાયોઆ પણ વાંચોઃ કમલેશ તિવારી હત્યાકાંડઃ હત્યારાને પિસ્તોલ આપનાર યુસૂફ ખાન કાનપુરથી પકડાયો

English summary
Odd-even 2019: Delhi govt announces staggered working hours for its offices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X