For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનલૉક 1: ઓરિસ્સામાં બધા ધાર્મિક સ્થળો રહેશે બંધ, સરકારે જારી કરી ગાઈડલાઈન

કેન્દ્ર સરકાર બાદ હવે ઓરિસ્સા સરકારે પણ પણ લૉકડાઉનના પાંચમાં તબક્કાની ગાઈડલાઈન જારી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે જેના કારણે સરકારે પાંચમાં તબક્કાના લૉકડાઉનનુ એલાન કર્યુ છે. આ તબક્કામાં કન્ટેનમેન્ટ ઝોનને છોડીને બધા વિસ્તારોમાં સામાન્ય ગતિવિધિઓની છૂટ રહેશે. જેના કારણે આને અનલ઼ક-1 પણ કહેવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકાર બાદ હવે ઓરિસ્સા સરકારે પણ પણ લૉકડાઉનના પાંચમાં તબક્કાની ગાઈડલાઈન જારી કરી દીધી છે. જે હેઠળ કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન 30 જૂન સુધી ચાલુ રહેશે.

odisha

ઓરિસ્સા સરકારની ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો 30 જૂન સુધી પહેલાની જેમ ચાલુ રહેશે. આ વિસ્તારોમાં માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવશે. સાથે જ સરકારે બધા ધાર્મિક સ્થળોને 30 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. લૉકડાઉન વચ્ચે સરકારે હોટલ ઉદ્યોગને રાહત આપવાની યોજના બનાવી છે. જે હેઠળ 30 ટકા ક્ષમતા સાથે હોટલ ખોલી શકાશે. કોરોના સંક્રમણને ઘટાડવા માટે સરકારે સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે જરૂરી સેવાઓને રાતે છૂટ મળતી રહેશે.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના અત્યાર સુધી 1.91 લાખ કેસ સામે આવી ચૂક્યા છે જેમાં 5415 લોકોના મોત થયા છે. ઓરિસ્સામાં પણ કોરોના ગંભીર રીતે પ્રભાવિત છે જ્યાં 2104 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આ વાયરસે 9 લોકોના જીવ લીધા છે જ્યારે 1245 રિકવર થઈને ઘરે ચૂક્યા છે. જેના કારણે હવે અહીં સક્રિય કેસની સંખ્યા માત્ર 850 છે.

નિસર્ગ વાવાઝોડુઃ NDMAના અધિકારીઓ સાથે અમિત શાહે કરી બેઠક, મહારાષ્ટ્ર- ગુજરાતમાં NDRFની ટીમો તૈનાતનિસર્ગ વાવાઝોડુઃ NDMAના અધિકારીઓ સાથે અમિત શાહે કરી બેઠક, મહારાષ્ટ્ર- ગુજરાતમાં NDRFની ટીમો તૈનાત

English summary
odisha government issued guidelines on lockdown 5
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X