ઓરિસ્સાઃ રાજ્ય સરકારે રુ.5358 કરોડના રોકાણને આપી મંજૂરી, 3 હજારથી વધુ લોકોને મળશે રોજગાર

મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે ધાતુ, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 5358 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી.

ભૂવનેશ્વરઃ Odisha Govt approves 5368 croer Investment: મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે ધાતુ, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 5358 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી. રાજ્ય સરકારના આ પગલાંથી ઓરિસ્સામાં લોકો માટે રોજગારના અવસર પેદા થશે. સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ રોકાણથી 3,667 લોકો માટે રોજગારના અવસર પેદા થશે.

naveen patnaik

કોરોના મહામારીમાં સરકારે 1.19 લાખ કરોડ રૂપિયાના રોકાણને આપી છે મંજૂરી

એક અધિકારીએ આ માહિતી આપીને કહ્યુ કે બુધવારે મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની મીટિંગમાં આ રોકાણને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે કોરોના મહામારીના આ દોરમાં પણ રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી 1.19 લાખ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. સરકારના આ પગલાંથી રોજગાર આવશે અને બેરોજગારી દર ઘટશે.

રાજ્ય સરકારની આ પરિયોજનાઓ લાવશે રોજગારના અવસર

- માહિતી મુજબ કલિંગનગરમાં 2,715 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી. સાથે જ યજદાની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના એકીકૃત પ્લાન્ટના વિસ્તારને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી. આ પરિયોજનામાં 2,867થી વધુ લોકો માટે રોજગાર સૃજનની ક્ષમતા છે.

- આ ઉપરાંત શિવા સિમેન્ટ લિમિટેડ સુંદરગઢ જિલ્લાા તેલિઘાના અને કુટરામાં 1,523.24 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. જેનાથી 600થી વધુ લોકોને રોજગાર મળશે.

- જગતસિંહના પારાદીપમાં નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (એનઆરએલ) દ્વારા 1,420 કરોડ રૂપિયાના રોકાણ સાથે એક કાચા તેલ ટર્મિનલ વિકસિત કરવાનો પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X