For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્યોગો અને MSMEs પાછા ટ્રેક પર લાવવા ઓરિસ્સા સરકારે આંતર-મંત્રીમંડળ સમિતિની રચના કરી

ઉદ્યોગો અને MSMEs પાછા ટ્રેક પર લાવવા ઓરિસ્સા સરકારે આંતર-મંત્રીમંડળ સમિતિની રચના કરી

|
Google Oneindia Gujarati News

ભૂવનેશ્વરઃ દેશભરમાં કોરોનાનો બમણો માર પડ્યો છે, લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે તેથી વધુ લોકોની આર્થિક સ્થિતિ લથડી રહી છે. ત્યારે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે પોતાના રાજ્યમાં ઉદ્યોગોને પાછા ટ્રેક પર લાવવા માટે આંતર-મંત્રીમંડળની રચના કરી. જે હાલની મહામારીની સ્થિતિમાં સમસ્યાઓનું આંકલન કરી MSMEs અને ઉદ્યોગોને પાછા ટ્રેક પર લાવવા માટે સરકારને જરૂરી ભલામણ કરશે. સોમવારે બપોરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ હાઈ લેવલ ક્લિયરન્સ ઑથોરિટી (HLCA)ની બેઠકમાં આ ઘોષણા કરવામાં આવી હતી.

naveen patnaik

HLCAના સભ્યો હોય તેવા મંત્રીઓ આ આંતર-મંત્રીમંડળ ગ્રુપના પણ સભ્યો હશે. જેમાં રાજ્ય નાણામંત્રી નિરંજન પુજારી, ગ્રામીણ વિકાસ મંત્રી અને ઈએસઆઈ સુશાંત સિંહ, સ્ટીલ અને માઈન્સ મંત્રી પ્રફુલ્લા મલ્લિક અને રાજ્ય ઉદ્યોગ અને MSME મંત્રી દિબ્યા શંકર મિશ્રા સામેલ છે. ગતરોજ મળેલી HLCAની 22મી બેઠક દરમિયાન રાજ્યમાં 5250 રોજગારની સંભાવના સાથે કુલ 8850.19 કરોડના બે રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે,

ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં અત્યાર સુધીમાં કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 49 કેસ એક્ટિવ છે. ઓરિસ્સામાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાયા છે, જેમાના પાંચ ભદરક જિલ્લામાંથી, પાંચ જાજપુર અને એક સુંદરગઢ દજિલ્લાના બિસરામાંથી સામે આવ્યો જ્યારે એક બાલાસોર જિલ્લામાંથી સામે આવ્યો. જણાવી દઈએ કે બાલાસોરમાં બે બાળકોમાં પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યો.

ઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયકઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયક

English summary
odisha govt set up inter ministerial committee to bring industries and MSMEs back on track
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X