Odisha : આરોગ્ય મંત્રી નબા દાસ પર ગોળીબાર, હોસ્પિટલમાં દાખલ
Odisha : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસ પર રવિવારના રોજ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જે બાદ સારવાર અર્થે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
Odisha : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસની રવિવારના રોજ ગોળબાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ નબા દાસને ગોળી મારી દીધી હતી. આ ગોળીબારમાં ઘાયલ થયેલા નબા દાસને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસની સુરક્ષામાં તૈનાત ASI ગોપાલ દાસે નબા દાસ પર ફાયરિંગ કર્યું હતું. આરોગ્ય મંત્રી પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, નબા દાસ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા આ મામલે હજૂ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. જોકે, પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ આરોપી ASI ગોપાલ દાસ ફરાર હોવાનું કહેવાય છે.
આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીએ જણાવ્યું હતું કે, જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં, નબા દાસ મુખ્ય અતિથિ હતા. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. જે વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. અમે એક પોલીસ કર્મચારીને નજીકથી ગોળીબાર કરીને ભાગતા જોયો હતો. મંત્રીને ભુવનેશ્વર સુધી એર લિફ્ટ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
