For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરનારાઓ પર NSA લાગશે, મૃત્યુ પામતા કોરોના યોદ્ધાને શહીદનો દરજ્જો

ઓરિસ્સાઃ સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરનારાઓ પર NSA લાગશે, મૃત્યુ પામતા કોરોના યોદ્ધાને શહીદનો દરજ્જો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી પોતાના જીવની બાજી લગાવી જંગ લડી રહેલા કોરોના યોદ્ધાઓની સુરક્ષા માટે ઓિસ્સા સરકારે કેટલાય મહત્વના ફેસલા લીધા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્પષ્ટ કર્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ પર કોઈ હુમલો કરે છે તો તે દેશ પર હુમલો માનવામાં આવશે અને આવા અપરાધીઓ પર ગંભીરતા સાથે કાર્યવાહી કરવામાં આવશે અને કાનૂની ધારાઓનો ઉપયોગ કરવામાં આવશે.

Naveen Patnaik

સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો, રાષ્ટ્ર પર હુમલો- પટનાયક

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, 'સ્વાસ્થ્ય કર્મચારીઓ વિરુદ્ધની કોઈપણ કાર્યવાહી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ છે. જો કોઈપણ વ્યક્તિ આવા પ્રકારના મામલામાં સંડોવાયેલો જણાય કે જેનાથી સ્વાસ્થ્ય કર્મચારીઓના કાર્યમાં રુકાવટ પેદા થાય તો તેવા લોકો વિરુદ્ધ સખ્ત કલમો અંતર્ગત કાર્યવાહી થશે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનનું પ્રાવધાન પણ સામેલ છે.' નવીન પટનાયકે કહ્યુ્ં કે રાજ્ય સરકાર, ભારત સરકારની પહેલ મુજબ જ સુનિશ્ચિત કરશે કે બધી રીતે સ્વાસ્થ્ય કર્મી અને આ કાર્યમાં જુટેલા તમામ સેવાઓના સભ્યોને જે કોવિડ 19 વિરુદ્ધ લડાઈમાં પોતાનું બહુમૂલ્ય જીવન ગુમાવી દે છે, તેમને 50 લાખ રૂપિયા આપવામાં આવે.

જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સને શહીદનો દરજ્જો

એટલું જ નહિ સૌથી મોટી વાત એ છે કે ઓરિસ્સા સરકારે એ પણ ઘોષણા કરી કે કોવિડ 19થી લડતા પોતાનો જીવ ગુમાવનાર લોકોને શહીદનો દરજ્જો આપવામાં આવશે સાથે જ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અદ્વિતીય બલિદાન માટે પુરસ્કાર આપવાની એક વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવશે. આ પુરસ્કાર રાષ્ટ્રીય દિવસ પર આપવામાં આવશે.

જણાવી દઈએ કે ઓરિસ્સામાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા 79 સુધી પહોંચી ગઈ છે. મંગળવારે આ મામલામાં 5 નવા કેસનો વધારો થયો છે. તમામ નવા કેસ બાલાકોર જિલ્લામાં મળ્યા છે, જે પશ્ચિમ બંગાળને અડીને આવેલ છે.

ગરીબો માટે સંકટમોચક બની મારુતિ સુઝુકી, આવી રીતે કરી રહી છે લોકોની મદદગરીબો માટે સંકટમોચક બની મારુતિ સુઝુકી, આવી રીતે કરી રહી છે લોકોની મદદ

English summary
Odisha-NSA will be imposed on those who attack health workers, martyr status for Corona warriors on death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X